ખેરસોનથી રશિયન સૈનિકોએ પાછળ હટ્યા પછી યૂક્રેનિયન સૈનિકોનું ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
Advertisement
Advertisement
વીડિયોમાં દેખી શકાય છે કે સ્થાનિક લોકો ઝંડાઓ સાથે રસ્તાઓ પર ઉતર્યા અને સૈનિકોનું દિલથી સ્વાગત કર્યું. આ દરમિયાન કેટલાક લોકો દેશભક્તિ ગીત ગાતા પણ નજરે પડ્યા હતા.
યૂક્રેનમાં વિદેશ મંત્રી ડિમિત્રો કુલેબા જો આસિયાન સમિટ માટે કંબોડિયામાં છે, તેમને કહ્યું કે ખેરસોનથી રશિયાની પીછેહઠ દર્શાવી રહ્યું છે કે તેઓ આ જંગને હારી જશે.
તેમને કહ્યું, “અમે વધુ એક જંગ જીતી ગયા છીએ, અમે તમને યાદ અપાવી દઇએ કે યુદ્ધની શરૂઆત પછી અમે કિવ જીત્યું પછી ઉત્તર-પૂર્વથી રશિયાને પાછળ ખદેડી દેવા માટે મજબૂર કર્યું, ખારકીએવમાં જીત મેળવી અને હવે ખેરસોનમાં તેમની હાર થઇ છે.”
તેમને કહ્યું, “અમે યુદ્ધ જીતી રહ્યાં છીએ પરંતુ લડાઇ ચાલું રહેશે. યૂક્રેનમાં આત્મવિશ્વાસ ભરેલો છે, અમારી સેના અમારા વિસ્તારોને પરત મેળવી લેશે.”
Advertisement