ગીર સોમનાથમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ૧૦માં ખેલ મહાકુંભના પ્રારંભની ઉજવણી ખેલાડીઓને વિવિધ રમતોમાં તૈયાર કરી શકાય તેમ જ તેમનું કૌશલ્ય બહાર આવે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાત સરકારશ્રી ના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ તથા સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦ મો ખેલ મહાકુંભ આગામી દિવસોમાં યોજાશે. જેનો પ્રારંભ તારીખ ૧૭ ફેબ્રુઆરી ના રોજ સાંજે ૭ કલાકે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી સહિતના અધિકારીઓ/પદાધિકારીઑની ઉપસ્થિતિમાં વેરાવળ પ્રાંત કચેરી ખાતે યોજાશે.
જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વેરાવળ પ્રાંત કચેરી ખાતે તેમજ તમામ તાલુકા કક્ષાનો કાર્યક્રમ બી.આર.સી ભવનો ખાતે યોજવામાં આવશે. જેનો મોટી સંખ્યામાં ખેલાડીઓ, નાગરિકો, વિધાર્થીઓ, સીનીયર સીટીઝનો લાભ લેશે.તેમ રમત ગમત અધિકારી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયુ છે.ગીર સોમનાથ જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા ખાસ જણાવાયું કે આ ખેલ મહાકુંભ માં વધારે માં વધારે લોકો નાગરિકો જોડાઈ સિનિયર સિટઝનો પણ આ ખેલ મહાકુંભ પોતાની અંદર રહેલી કૃતિઓ પેસ કરી પોતાની કુસળ શક્તિ થકી રમતો ના માધ્યમથી સ્પૂર્તી સાથે ખેલ મહાકુંભ માં ભાગ લઈ ને બીજા લોકો ને ખેલ મહાકુંભ માં રમતો માટે અક્રશી ને વયે વૃધ લોકો પણ રમતો રમી સકે છે તેવો અનુભવ કરવા માટે ખેલ મહાકુંભ માં ભાગ લેવા માટે સરકાર પણ આવકારી રહી છે.