Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: મોડી રાત્રે જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી પડી મોંઘી

અમદાવાદ: મોડી રાત્રે જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી પડી મોંઘી

0
1273

આજના યુગમાં ઘણી એવી નવી નવી તરકીબોથી લોકો બર્થ ડે ઉજવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં મોડી રાત્રે જાહેર રોડ પર તલવાર વડે કેક કાપતો એક યુવાન નજરે ચઢે છે. વાઇરલ વીડિયો બાપુનગર વિસ્તારનો હોવાનું જાણવા મળતાં બાપુનગર પોલીસે તપાસ શરૂ કરી હતી.

આજના યુગમાં લોકો પોતાના જન્મદિવસ માટે કંઈને કઈ નવું કરતા હોય છે અને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક હાલ ચાલી રહેલા રાત્રિ કરફયુમાં જાહેર રસ્તા પર પોતાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે.

આ વાઇરલ વીડિયો બાપુનગર વિસ્તારનો હોવાનું જાણવા મળતાં બાપુનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ તલવાર વડે કેક કાપનાર શખ્સ સુરેશ સિંગ અને તેના સાથી વિવેક વાળાની ધરપકડ કરી તેની પાસેથી તલવાર પણ કબ્જે લીધી હતી. તેમજ બન્ને સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે બવાન અંગે બાપુનગર પોલીસ સ્ટેશનના PI એન.કે. વ્યાસે જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયોની તપાસ કરતા વીડિયોમાં હાજર બે શખ્સની ધરપકડ કરી લેવાઈ છે. બન્ને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં 500 અને 1000 દરની 96.50 લાખની નોટો સાથે બે કેરિયરની ધરપકડ