Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બિન શૈક્ષણિક વિધવા કર્મચારીઓને CCC પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ અપાઈ

બિન શૈક્ષણિક વિધવા કર્મચારીઓને CCC પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ અપાઈ

0
60

ગાંધીનગર: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતી બિન શૈક્ષણિક વિધવા કર્મચારીઓને CCCની પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા આ મુદ્દે સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. જેની પર સરકાર દ્વારા ચર્ચાના અંતે મંજુરીની મહોર મારવામાં આવી છે. આ નિર્ણયના પગલે રાજ્યની અનેક વિધવા મહિલાઓને તેનો ફાયદો થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

સરકારમાં રહેમરાહે નિમણુંક પામેલી વિધવા મહિલા કર્મચારીઓને ગુજરાત મુલ્કી સેવા કમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા અને તાલીમ નિયમોથી નિયત થયેલી પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. આ જોગવાઈનો અમલ રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રહેમરાહે નિમણુંક પામેલા બિન શૈક્ષણિક વિધવા મહિલા કર્મચારીઓના કિસ્સામાં પણ લાગુ પાડવા અંગે કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ દરખાસ્ત કરી હતી.

આ દરખાસ્ત બાદ સરકાર દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેમાં રહેમરાહે યોજના હેઠળ નિમણુંક પામેલા વિધવા મહિલા કર્મચારીઓ તેમની સામાજિક જવાબદારીઓને કારણે કમ્પ્યુટર કૌશલ્યની સીસીસી પરીક્ષા પાસ કરી શકતા નથી. જેથી સરકાર દ્વારા પુખ્ત વિચારણાના અંતે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રહેમરાહે યોજના હેઠળ નિમણુંક પામેલા બિન શૈક્ષણિક વિધવા મહિલા કર્મચારીઓ પુરતુ તેમને ગુજરાત મુલ્કી સેવા કમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા અને તાલીમ નિયમોથી નિયત થયેલી પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવા સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat