Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > CBSEએ SC/ST વિદ્યાર્થીની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો

CBSEએ SC/ST વિદ્યાર્થીની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો

0
104

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ અનુસૂચિત જાતી (SC) અને અનુસૂચિત જનજાતી (ST)ના વિદ્યાર્થીઓ માટે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાની ફીમાં 24 ગણો વધારો કર્યો છે. હવે આ વર્ગના વિદ્યાર્થીઓ 50 રૂપિયાની જગ્યાએ 1200 રૂપિયા જેટલી ફી ભરવી પડશે. સામન્ય વર્ગના વિદ્યાર્થીની ફીમાં પણ બે ગણો વધારો કરવામાં આવ્યો છે અને તેણે 750 રૂપિયાની જગ્યાએ 1500 રૂપિયા ભરવા પડશે. ધો.10ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ધો.9માં અને ધો.12ના વિદ્યાર્થીઓને ધો.11માં નોંધણી કરવી પડશે. CBSEએ પાછલા અઠવાડીયે ફીમાં વધારાની સૂચના જાહેર કરી હતી અને સ્કૂલોમાં જૂની વ્યવસ્થા હેઠળ નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી તેને વિદ્યાર્થીઓ પાસે વધુ ફી વસુલ કરવાનું કહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે ધો.12માં બોર્ડની પરીક્ષામાં વધુ વિષય માટે SC/STના વિદ્યાર્થીઓને 300 રૂપિયા વધુ આપવા પડશે. પહેલા વધુ વિષય માટે આ વર્ગોના વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી નહોતી લેવામાં આવતી. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ પણ વધુ વિષય માટે 150 રૂપિયાની જગ્યાએ 300 રૂપિયા ભરવા પડશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘‘100% વિદ્યાર્થીઓને CBSE પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, જે વિદ્યાર્થી અંતિમ તારીખ પહેલા નવા દર અનુસાર ફી જમા નહી કરે તો તેની નોંધણી નહી થાય અને તેને 2019-20ની પરીક્ષામાં બેસવાની મંજૂર નહી મળે’’ ટ્રાન્સફર ફીમાં પણ 150 રૂપિયા વધારીને 350 રૂપિયા કરવામાં આવ્યો છે. વિદેશ સ્થિત CBSEની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે પાંચ વિષયોની બોર્ડ પરીક્ષા ફીના રૂપમાં 10 હજાર રૂપિયા આપવામાં આવશે. પહેલા આ રકમ પાંચ હજાર રૂપિયા હતી. ધો. 12 બોર્ડની પરીક્ષામાં વધુ વિષય માટે આ શ્રેણીના વિદ્યાર્થીઓને હવે 1000 રૂપિયાની જગ્યાએ 2000 રૂપિયા ફી ભરવી પડશે.

Jioની મોટી તૈયારી, આવતીકાલની AGM પર રહેશે સૌની નજર