Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > CBSE Board 2019: પરિણામને લઈને બોર્ડે આપી મહત્વની જાણકારી

CBSE Board 2019: પરિણામને લઈને બોર્ડે આપી મહત્વની જાણકારી

0
545

સીબીએસઈ બોર્ડની 10 અને 12ના પરિણામોની તારીખોને લઈને અનેક અફવા ઉડી રહી છે. જો કે બોર્ડે વિદ્યાર્થીઓને આગ્રહ કર્યો છે કે, વિદ્યાર્થીઓ અને વાલીઓ અફવાઓ પણ ધ્યાન ના આપે. આ મામલે કોઈ સત્તવાર જાહેરાત કરવામાં આવી નથી.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને સીબીએસઈ પોતાની સત્તાવાર વેબસાઈટ cbseresults.nic.in, cbse.nic.in પર આ અંગે નોટિસ મૂકશે.

આશરે 18.19 લાખ વિદ્યાર્થીઓએ સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષા આપી છે. સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 29 માર્ચની વચ્ચે આયોજીત કરવામાં આવી હતી. જ્યારે સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષા 13 લાખ વિદ્યાર્થીઓએ આપી છે.

સીબીએસઈના અધ્યક્ષ અનિતા કરવાલના જણાવ્યા અનુસાર, મેના ત્રીજા અઠવાડિયામાં સીબીએસઈના ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થઈ શકે છે. જો કે આ તારીખ બદલાઈ પણ શકે છે.

આ રીતે તમારૂ પરિણામ તપાસો
સત્તાવાર સીબીએસઈની વેબસાઈટ cbse.nic.in, cbseresults.nic.in પર જાઓ.
સીબીએસઈ પરિણામ પર ક્લિક કરો.
જે બાદ ધોરણ 10 અને ધોરણ 12માંથી જે પરિણામ જોવું હોય તેના પર ક્લિક કરો.
અહી તમારો રોલ નંબર સહિત અન્ય વિગતો ભરવાથી, પરિણામ જોઈ શકાશે.