Gujarat Exclusive > દેશ-વિદેશ > CBSE બોર્ડ: 10માં ધોરણની પરીક્ષા રદ, 12માં ધોરણની પરીક્ષાઓ મોકૂફ

CBSE બોર્ડ: 10માં ધોરણની પરીક્ષા રદ, 12માં ધોરણની પરીક્ષાઓ મોકૂફ

0
242

નવી દિલ્હી: કોરોનાના વધતા સંક્રમણને કારણે CBSEની 10માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે જ્યારે 12માં ધોરણની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ 4 મેથી શરૂ થવાની હતી જે 10 જૂન સુધી ચાલવાની હતી. PM નરેન્દ્ર મોદીએ શિક્ષણ મંત્રી અને શિક્ષણ મંત્રાલયોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પરીક્ષા રદ કરવાની થતી હતી માંગ

દેશમાં કોરોનાના સંકટ વચ્ચે કેટલાક રાજ્યના મુખ્યમંત્રીઓ, નેતાઓએ પરીક્ષાને રદ કરવાની અપીલ કરી હતી. દેશમાં આશરે 30 લાખ બાળક સીબીએસઇની પરીક્ષા આપવાના હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી સીબીએસઇની પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. બીજી તરફ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પણ પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે કોરોના કાળ વચ્ચે વિદ્યાર્થીઓનો મોટાભાગનો અભ્યાસ ઓનલાઇન જ થયો છે. કોરોનાના કેસ ઘટતા સ્કૂલ ખોલવામાં આવી હતી પરંતુ હવે જ્યારે પરીક્ષાનો વારો આવ્યો છે ત્યારે ફરી એક વખત દેશમાં કોરોનાનું સંકટ જોવા મળી રહ્યુ છે જેને કારણે ચિંતા વધી ગઇ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat