Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > CBSE Board Result 2019: UPની હંસિકા-કરિશ્મા ટૉપર, આ રીતે ચેક કરો પરિણામ

CBSE Board Result 2019: UPની હંસિકા-કરિશ્મા ટૉપર, આ રીતે ચેક કરો પરિણામ

0
451

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમામ ઝોનના પરિણામો એક સાથે જ જાહેર કરવામાં આવ્યા છે. CBSE બોર્ડના 12માંના રિઝલ્ટ cbse.nic.in અને cbseresults.nic.in પર જાહેર કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકે છે. CBSE બોર્ડના પરિણામો ચેક કરવા માટે વિદ્યાર્થીઓએ આ સાઈટ ઉપર જઈને પોતાનો રોલ નંબર સબમિટ કરવો પડશે.

નોધનીય છે કે, સીબીએસઈ બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિસ દરમિયાન યોજાઈ હતી. સીબીએસઈના ધોરણ 10 અને 12ના પરિણામો માટે 31 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

જણાવી દઈએ કે, ગત વર્ષે CBSE ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 29 મેંના રોજ જાહેર કર્યું હતું. જ્યારે ધોરણ 12નું પરિણામ 26મેંના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં 86.70 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે ધોરણ 12ની પરીક્ષામાં 83.01 વિદ્યાર્થીઓને સફળતા મળી હતી.

CBSE Board Result 2019 આ સરળ રીતે કરો ચેક
રિઝલ્ટ જોવા માટે સત્તાવાર વેબસાઈટ cbse.nic.in કે cbseresults.nic.in જાઓ
વેબસાઈટ પર આપવામાં આવેલ રિઝલ્ટની લિંક પર ક્લિક કરો
તમારો રોલ નંબર સબમીટ કરો અને તમારૂ પરિણામ ચેક કરો
આ રિઝલ્ટની પ્રિન્ટ પણ નીકાળી શકાય છે.

ગત વર્ષે સીબીએસઈ બોર્ડના 10માં ધોરણમાં ડીપીએસ ગુડગાંવના પ્રખર મિત્તલ, ઉત્તર પ્રદેશ શામલીની સ્કૉટિશ ઈન્ટરનેશનલ સ્કૂલની નંદિની ગર્ગ, કોચ્ચીના ભવન વિદ્યાલયની શ્રી લક્ષ્મી, બિજનૌરની આરપી પબ્લિક સ્કૂલની રિમઝિમ અગ્રવાલે ટોપ કર્યું હતું. આ તમામ ટોપર્સે 500માંથી 499 અંક પ્રાપ્ત કર્યા હતા. જ્યારે 12માં ધોરણમાં નોઈડાની મેઘના શ્રીવાસ્તવ નામની વિદ્યાર્થીનીએ ટૉપ કર્યું હતું.

પરિણામમાં વિદ્યાર્થીનીઓ આગળ, UPની હંસિકા-કરિશ્મા ટૉપર

આ વર્ષે કુલ 83.40 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાંછી 88.70 ટકા વિદ્યાર્થીનીઓ અને 79.40 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે ડીપીએસ ગાઝિયાબાદની હંસિકા શુક્લાએ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત મુજફ્ફરનગરની એસવી સ્કૂલની વિદ્યાર્થીની કરિશ્મા અરોરાએ પણ ટૉપ કર્યું છે. બન્નેને 499 અંક પ્રાપ્ત થયા છે.

બીજા સ્થાન પર 498 માર્ક્સ સાથે નિર્મલ આશ્રમ દીપમાળા પબ્લિક સ્કૂલ ઋષિકેશની વિદ્યાર્થીની ગૌરાંગી ચાવલા છે. જ્યારે ત્રીજા ક્રમે 497 માર્ક્સ સાથે 18 વિદ્યાર્થીઓ છે. જેમાં 11 છોકરીઓ છે.

આ પણ વાંચો: CBSE Board 2019: પરિણામને લઈને બોર્ડે આપી મહત્વની જાણકારી