Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > 31 જુલાઈ સુધી આવશે CBSE ધો 12નું પરિણામ, સરકારે કોર્ટમાં મુસદ્દો રજૂ કર્યો

31 જુલાઈ સુધી આવશે CBSE ધો 12નું પરિણામ, સરકારે કોર્ટમાં મુસદ્દો રજૂ કર્યો

0
111

નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે CBSE ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ જવાબ દાખલ કરીને જણાવ્યું કે, ક્યાં આધાર પર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે અને માર્ક્સ આપવામાં આવશે. CBSE Result

કેન્દ્રએ કહ્યું છે કે, ધોરણ 12નું પરિણામ ધો 10, 11 અને 12માંના પ્રદર્શનના આધારે જાહેર કરવામાં આવશે. 31 જુલાઈ સુધી CBSE ધોરણ 12ના પરિણામો જાહેર કરી દેવામાં આવશે. જ્યારે જે વિદ્યાર્થીઓ પરિણામોથી સંતુષ્ટ નહીં હોય, તેમને ફરીથી એક્ઝામ આપવાની તક આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે જાણકારી આપતા કહ્યું કે, ધોરણ 10ના માર્ક્સના 30 ટકા વેટેજ આપવામાં આવશે. જ્યારે ધોરણ 11 અને 12ના માર્ક્સના 40 ટકા વેટેજ આપવામાં આવશે. CBSEએ ગુરુવારે કોર્ટમાં દાખલ કરેલા પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ધોરણ 10 અને 11 દરમિયાન વિદ્યાર્થીઓના બેસ્ટ 5માંથી 3 પેપરના માર્ક્સ લેવામાં આવશે. જ્યારે ધોરણ 12માંથી વિદ્યાર્થીઓના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ માર્ક્સ લેવામાં આવશે.

આ પણ વાંચો:  કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે, 3 ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે CBSE Result

પરિણામની પ્રક્રિયાને લઈને 13 સભ્યોની સમિતી બનાવવામાં આવી હતી. જેણે પોતાનો રિપોર્ટ 17 જૂન સુધી સુપ્રીમ કોર્ટમાં સોંપવાનો હતો. કોર્ટે કેન્દ્ર, CBSE અને કાઉન્સિલ ફૉર ધી ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) પાસેથી ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવાના માપદંડ વિશે સંપૂર્ણ જાણકારી માંગી હતી. આ માટે કોર્ટે બે અઠવાડિયાનો સમય પણ આપ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat