Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયમાં ધોરણ 10 અને 12ની પરિક્ષાનો પ્રારંભ, QR કોડના આધારે મળશે પ્રવેશ

રાજયમાં ધોરણ 10 અને 12ની પરિક્ષાનો પ્રારંભ, QR કોડના આધારે મળશે પ્રવેશ

0
592

રાજયમાં આજથી ધોરણ 10 અને 12ની પરિક્ષાની શરુઆત થઈ ગઈ છે જેમાં ખાસ કરીને સંવેદનશીલ તમામ કેન્દ્રો પર બાજ નજર રાખવામાં આવશે અને રાજયની 33 હજારથી વધુ શાળાઓમાં 10 હજાર જેટલા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.

ધોરણ 10 અને 12ની આજથી પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. બોર્ડના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં QR કોડના આધારે પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે દેશભરમાં 30 લાખ 96 હજાર 771 પરીક્ષાર્થીઓએ રજીસ્ટ્રેશન થયું છે. પેપર લીક અને કોપી કેસને ખાસ ધ્યાન રાખી આ વખતે સજ્જ છે. પરીક્ષાખંડની સામગ્રીની ઈમેજ કેન્દ્ર અધિક્ષકને ટેગ કરવી પડશે. CBSE દ્વારા ઈન્ક્રીપ્ટેડ પ્રશ્નોની સંખ્યાને 19થી વધારીને 50 કરાઈ છે. આ સાથે જ સંવેદનશીલ કેન્દ્રો પર ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

લેબ, પરીક્ષક અને પરિક્ષાર્થીઓના ફોટોની પણ વ્યવસ્થા કરાઈ છે. દેશભરની 33 હજાર 515 શાળાઓમાં 10 હજાર 359 કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. રીયલ ટાઈમ ડેટા માટે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ટ્રમ્પ આવે વિકાસ લાવે: શહેરના રસ્તાઓને આપવામાં આવ્યો નવો આકાર