Gujarat Exclusive > દેશ-વિદેશ > બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આજે આવશે કોર્ટનો ચુકાદો, અયોધ્યામાં હાઈએલર્ટ

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આજે આવશે કોર્ટનો ચુકાદો, અયોધ્યામાં હાઈએલર્ટ

0
115

નવી દિલ્હી: લખનઉની એક સ્પેશિયલ CBI કોર્ટ (Special CBI Court) બાબરી વિધ્વંસ કેસ (Babri Masjid Demolition Case)માં આજે પોતાનો ચુકાદો સંભળાવવા જઈ રહી છે. આ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા (BJP Leaders) એલ કે અડવાણી (LK Advani) , મુરલી મનોહર જોશી (Murli Manohar Joshi), ઉમા ભારતી (Uma Bharti), કલ્યાણ સિંહ સહિત અન્ય લોકો મુખ્ય આરોપીઓ છે.

કોર્ટે તમામ આરોપીઓને સુનાવણીના દિવસે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. જો કે હવે પ્રાપ્ત માહિતી મુજબ, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ચુકાદો સંભળાવવા દરમિયાન કોર્ટમાં હાજર નહીં રહે. જો કે આજે આવા હાઈપ્રોફાઈલ કેસમાં ચુકાદાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને લખનઉમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ 16મીં સદીની બાબરી મસ્જિદને તોડી પડાયાના 28 વર્ષ બાદ લખનઉની વિશેષ CBI કોર્ટ બુધવારે પોતાનો નિર્ણય સંભાળવશે. ભાજપના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને કલ્યાણ સિંહ પર ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ છે.

આ પણ વાંચો: અમદાવાદ: પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી પત્નીથી ત્રસ્ત પતિની આત્મહત્યા

કોર્ટે આ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનું કહ્યું હતું, પરંતુ કોરોના મહામારી અને સ્વાસ્થ્ય કારણોસર તેઓ કોર્ટમાં હાજર રહેવા અસમર્થ છે.

92 વર્ષના એલ.કે અડવાણી અને 86 વર્ષના મુરલી મનોહર જોશીએ ઉંમરના કારણોસર કોર્ટમાં હાજર રહેવાથી છૂટ માંગી છે. ઉમા ભારતી કોરોનાથી સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં છે. જ્યારે કલ્યાણ સિંહ પણ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

આ સિવાય અન્ય એક હાઈપ્રોફાઈ આરોપી રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ છે. કોર્ટ હવે નક્કી કરશે કે, શું ભાજપના નેતાઓ સહિત અન્ય લોકોએ બાબરી મસ્જિદને ધ્વસ્ત કરવા માટે હજારો હિન્દુ કાર્યકર્તાઓ કે કાર સેવકોને ઉશ્કેર્યા હતા કે કેમ?

જણાવી દઈએ કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી કે જે આ કેસમાં આરોપી છે તેમણે તાજેતરમાં જ આ બાબતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખ્યો હતો. જે પી નડ્ડાને લખેલા પત્રમાં ઉમા ભારતીએ સ્પષ્ટ કહ્યું હતું કે, જો તેમને આરોપી ઠેરવવામાં આવશે, તો તેઓ જામીન મેળવવાની જગ્યાએ જેલમાં જશે.