Gujarat Exclusive > દેશ-વિદેશ > વિજય માલ્યા કેસમાં ભારતના આ ઓફિસરે અપાવી સફળતા, જાણો કોણ છે સુમન કુમાર

વિજય માલ્યા કેસમાં ભારતના આ ઓફિસરે અપાવી સફળતા, જાણો કોણ છે સુમન કુમાર

0
489

લંડન/નવી દિલ્હી: વિજય માલ્યા વિરૂદ્ધ બેંક સાથે ઠગાઈ કેસમાં CBI ઓફિસર સુમન કુમારની પડકારજનક અને સાવધાની પૂર્વકની તપાસ સાથે લંડનની તેમની અનેક યાત્રાઓ આખરે ત્રણ વર્ષ બાદ ફળી. બંધ થઈ ચૂકેલી કિંગ ફિશર એરલાઈનના માલિક રહેલા વિજય માલ્યાને ગુરૂવારે એ સમયે મોટો ફટકો પડ્યા, જ્યારે બ્રિટનની સર્વોચ્ચ અદાલતમાં પ્રત્યાર્પણ વિરૂદ્ધ કરવામાં આવેલી અપીલને ફગાવવામાં આવી. હવે માલ્યાના પ્રત્યાર્પણની પ્રક્રિયા 28 દિવસની અંદર પૂરી કરવાની રહેશે.

શું છે સમગ્ર મામલો?
માલ્યાના પ્રત્યાર્પણનો આ કેસ IDBI બેંક પાસેથી 9,000 કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે સંકળાયેલો છે. માલ્યા વિરૂદ્ધ ભારતમાં બેંકો પાસેથી 9000 કરોડની રૂપિયાની ઠગાઈ કેસમાં તપાસ ચાલી રહી છે. CBI અધિકારી સુમન કુમારને ઓક્ટોબર-2015માં મુંબઈના બેંકિંગ ફ્રોડ એન્ડ સિક્યોરિટી સેલના DSP તરીકે માલ્યા વિરૂદ્ધ કેસની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ તેઓ CBI

CBI સુત્રો મુજબ, ગંભીર આરોપો છતાં લોન આપનારી બેંકોએ માલ્યા વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ ના કરાવતા CBI માટે મુશ્કેલી ઉભી થઈ હતી. જો કે એજન્સીએ પોતાના સુત્રો પર આધારિત જાણકારીનો ઉપયોગ કરીને માલ્યા વિરૂદ્ધ 9000 કરોડ રૂપિયા રૂપિયાના લોન ફ્રોડ કેસમાં FIR દાખલ કરીને પોતાની રીતે આગળ વધવાનું નક્કી કર્યુ અને કુમારને આ કેસની તપાસ સોંપવામાં આવી.

અનેક એવોર્ડથી સમ્માનિત છે ઓફિસર કુમાર
23 વર્ષની ઉંમરમાં સબ-ઈન્સ્પેક્ટર તરીકે CBIમાં ફરજ બજાવનારા કુમારનો વ્હાઈટ કૉલર ક્રાઈમની તપાસમાં શાનદાર રેકોર્ડ છે. તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે તેમને વર્ષ 2002માં CBIના સર્વ શ્રેષ્ઠ તપાસ અધિકારી તરીકે સ્વર્ણ પદકથી સમ્માનિત કર્યા હતા. CBIની પારંપારિક તપાસ પદ્ધતિમાં કુશળ કુમારને 2008માં સરાહનીય સેવા માટે પોલીસ પદક, 2013માં શ્રેષ્ઠ તપાસકર્તા અને 2015માં રાષ્ટ્રપતિ પોલીસ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે. 2015માં જ તેમણે માલ્યાના કેસની તપાસ હાથ ધરી હતી

કેસમાં શું હતા મોટા પડકારો?
માલ્યા જ્યારે 2016માં દેશ છોડીને ફરાર થઈ ગયો, ત્યારે CBI માટે એ મોટી શરમની વાત હતી. માલ્યાને ભારત પરત લાવવા માટે એજન્સીએ બ્રિટનની કોર્ટમાં મુશ્કેલ લડાઈ લડવાની હતી. CBIના તત્કાલીન ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ વિશેષ તપાસ ટીમના પ્રમુખ તરીકે કેસની કમાન સંભાળી. તે અને કુમાર આ કેસની તપાસ કરનારી ટીમની આગેવાની કરી રહ્યાં હતા. તેઓ અવારનવાર લંડનના ચક્કર કાપીને ધ્યાન રાખતા હતા કે, કેસની એક પણ સુનાવણી છૂટે નહીં. આ કામ મુશ્કેલ હતું, કારણ કે યુરોપ અને ખાસ કરીને બ્રિટનમાં પ્રત્યાર્પણ મામલે ભારતનો ખરાબ રેકોર્ડ રહ્યો છે. CBI અને EDના સક્રિય સમર્થનથી ક્રાઉન પ્રૉસિક્યૂશન સર્વિસ આ કેસ લડી રહી હતી.

આ યોજના અંતર્ગત કરવામાં આવ્યું કામ
કુમારે નક્કી કર્યું કે, માલ્યા વિરૂદ્ધ છેતરપિંડીનો એક મજબૂત કેસ બનાવવામાં આવે. આ માટે ભારતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. ભારત માટે એ જરૂરી હતું કે, તેઓ માલ્યા વિરૂદ્ધ એવા પુરાવા રજૂ કરે, જે બ્રિટનના કાયદા મુજબ સજાપાત્ર ગુનો હોય.

કુમારે પોતાની તટસ્થ તપાસના આધારે તેને છેતરપિંડી અને મની લોન્ડ્રિંગ કેસ તરીકે રજૂ કરવામાં સફળતા મેળવી. તેમણે પોતાની તપાસમાં નિષ્કર્ષ નીકાળ્યું તેનાથી ભારતને માલ્યાના પ્રત્યાર્પણના સમર્થનમાં નિર્ણાયક તર્ક રજૂ કરવામાં સફળતી મળી. જેનું પરિણામ આજે આપણી સામે છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

મહારાષ્ટ્રમાં 31-મે સુધી વધી શકે છે લૉકડાઉન! કોરોનાના કેસો 27 હજારને પાર