વર્ષ 2003 સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારીઓને મંગળવારે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે.
સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે પોલીસ કર્મચારી – અજયપાલ યાદવ અને આર.એલ. મવાનીને દોષમુક્ત જાહેર કરતા નોંધ્યું હતું કે બંને અરજદારો સામે કાર્યવાહી કરવા માટે પુરતા કારણો ઉપલબ્ધ નથી. બંને અરજદારો આ ગુનામાં સંડોવાયેલા છે તેવું સ્પષ્ટ થતું નથી. આ કેસમાં મુંબઈ અને ગુજરાતના કેટલાક ઉચ્ચ પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે.
આ પણ વાંચો: TATA કેપીટલના રિકવરી કર્મચારીએ લોનધારકને ક્રિકેટ બેટથી મારમાર્યો
આ કેસમાં સીબીઆઈ તરફે રજુઆત કરવામાં આવી હતી કે સાદિક જમાલ આંતકી નથી, પરંતુ પીડિત છે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ તપાસમાં જણાવ્યું હતું કે જે.જી પરમાર, તરુણ બારોટ, અજયપાલ યાદવ સહિત 8 પોલીસ કર્મચારીઓએ સાદિક જમાલની હત્યા કરી હતી.
જાન્યુઆરી 2003માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે ક્રાઈમ બ્રાન્ચના કેટલાક કર્મચારીઓ દ્વારા સાદિક જમાલની તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાના ઇરાદે આવ્યો હોવાની જાણકારીના આધારે તેનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.