Gujarat Exclusive > દેશ-વિદેશ > Coal Scam Case: પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને 3 વર્ષની સજા

Coal Scam Case: પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને 3 વર્ષની સજા

0
84
  • કૉલ બ્લોકની ફાળવણીમાં ગેરરીતિ આચરવાનો આરોપ

નવી દિલ્હી: કોલસા કૌભાંડમાં (Coal Scam Case) દોષી ઠરેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે સહિત ત્રણ આરોપીઓને કોર્ટે ત્રણ વર્ષની સજા સંભળાવી છે. ગત સુનાવણી દરમિયાન તમામ આરોપીનો દોષી ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ તેના પર સજાની સુનાવણી આજ હાથ ધરવામાં આવી હતી. અગાઉની સુનાવણી વખતે કોર્ટે તમામ આરોપીઓને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

શું છે સમગ્ર મામલો?
પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે પર વર્ષ 1999માં ઝારખંડ ગિરિડીહ સ્થિત બ્રહ્મહિડા કોલ બ્લોક ફાળવણીમાં ભ્રષ્ટાચાર (Coal Scam Case) આચરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે દિલીપ રેના સાથે ત્રણ અન્ય આરોપીઓ પર પણ આરોપ સાબિત થયા છે. આ મામલે કોર્ટે તમામ આરોપીઓને 3 વર્ષની સજા સંભળાવી છે.

આ મામલે (Coal Scam Case) 6 ઓક્ટોબરે CBIની વિશેષ કોર્ટે તમામ આરોપીઓની દોષી માન્યા હતા અને સજાનો નિર્ણય આગામી સુનાવણી સુધી ટાળી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: દેશના દરેક નાગરિકોને મફતમાં મળશે કોરોના વૅક્સીન, કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

CBI તરફથી આરોપીઓને આજીવન કારાવાસની સજા સંભળાવવાની માંગ કરવામાં આવી હતી. જ્યારે આરોપીઓના વકીલે કોઈ ગુનાહિત રેકોર્ડ ના હોવાનો આધાર આપીને હળવી સજા આપવાની માંગ કરવામાં આવી હતી.