Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિદેશમાં કોરોના કેસ વધતા ગુજરાત સરકાર હરકતમાં, એરપોર્ટ પર સઘન ચેકિંગ

વિદેશમાં કોરોના કેસ વધતા ગુજરાત સરકાર હરકતમાં, એરપોર્ટ પર સઘન ચેકિંગ

0
7

વિશ્વમાં વધી રહેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેઈનને લઈ લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાત સરકાર પણ હરકતમાં જોવા મળી રહી છે. ગુજરાત આરોગ્ય વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે યુરોપ, યુનાઇટેડ કિડમ, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોસ્ટવાના, ચાઇના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોગ ગુજરાતમાં આવતા પ્રવાસીઓના ફરજિયાપણે આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR) કરવા સૂચના અપાઈ છે.

વિશ્વમાં જોવા મળી રહેલા નવા કોરોના સ્ટ્રેઈનથી હડકંપ મચી ગયો છે. WHO એ નવા કોરોના સ્ટ્રેઈનનું નામ ઓમીક્રોન આપી તેને વેરિયન્ટ ઓફ કન્સર્નમાં સમાવેશ કર્યો છે. આવામાં ગુજરાત સરકારે યુરોપ, યુકે બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોસ્ટવાના, ચાઇના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોગ જેવા દેશમાંથી આવતા તમામ પ્રવાસીઓના RT-PCR એરપોર્ટ પર ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ જે પ્રવાસી કોરોનાગ્રસ્ત હશે એમના સેમ્પલનું જીનોમ સિક્વનસિંગ કરવાના આદેશ અપાયા છે.

તો બીજી તરફ, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પણ કોરાના ટેસ્ટીંગ હાથ ધરાયુ છે. માસ્ક ન પહેરેલ મુસાફરોના ટેસ્કટ કરવાની કામગીરી ઝડપી કરાઈ છે. તો જે મુસાફરમાં કોરોનાના પ્રાથમિક લક્ષણ જેવા કે શરદી, ઉધરસ અને તાવ દેખાત તો તેમના પણ ટેસ્ટ કરવામા આવે છે. રેલવે સ્ટેશન પર આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટની સુવિધા અપાઈ છે. કોરોના વાયરસ વકરે નહિ તે માટે અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરોના ટેસ્ટ માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, વેરિએન્ટ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરીને કહ્યું છે કે નવા વેરિઅન્ટ પર કોવિડની રસી બિનઅસરકારક સાબિત થઈ શકે છે, ચેપનો દર ખૂબ જ ઝડપી હોઈ શકે છે અને દર્દીઓમાં ગંભીર લક્ષણો જોવા મળી શકે છે.

વૈજ્ઞાનિકો માને છે કે આ નવા પ્રકારમાં ઓછામાં ઓછા 10 મ્યુટેશન છે. જ્યારે ડેલ્ટામાં માત્ર બે પ્રકારના મ્યુટેશન જોવા મળ્યા હતા. મ્યુટેટિંગ એટલે વાયરસની આનુવંશિક સામગ્રીમાં ફેરફાર. આ દરમિયાન નવા વેરિએન્ટની ઉત્પત્તિ અંગે અટકળો ચાલુ છે, તે એક જ દર્દીમાંથી વિકસિત થઈ શક્યો હોઈ શકે છે. લંડન સ્થિત UCL જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ફ્રાન્કોઇસ બૉલોક્સે સૂચવ્યું છે કે તે ઓછી ઈમ્યૂન ધરાવતી વ્યક્તિના જૂના સંક્રમણથી તેની ઉત્પત્તિ થઈ હશે, તે વ્યક્તિ સંભવતઃ HIV/AIDS દર્દી પણ હોઈ શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)