Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > મારૂતિ-હ્યૂંડઇનો અર્થ શું છે? 10 કાર કંપનીના નામના અસલી અર્થ

મારૂતિ-હ્યૂંડઇનો અર્થ શું છે? 10 કાર કંપનીના નામના અસલી અર્થ

0
206

મારૂતિ સુઝુકીનું વર્ષ 1982 પહેલા મારૂતિ ઉદ્યોગ લિમિટેડ નામ હતું Cars Company Meaning

નવી દિલ્હી: દેશમાં ડઝનથી વધુ ઓટો કંપનીઓ છે, તમે લગભગ તમામ કંપનીના નામ જાણતા હશો પરંતુ તે કંપનીના નામનો અસલી અર્થ શું હોય છે તે તમને ભાગ્યે જ ખબર હશએ. દરેક બ્રાંડના નામ પાછલ કોઇ અર્થ હોય છે. આ યાદીમાં આજે અમે તેમને ઓટો કંપનીઓના નામ અને તેમના અસલી મહત્વ વિશે જણાવીશું. Cars Company Meaning

Maruti Suzuki

દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી છે, વર્ષ 1982 પહેલા તેનું નામ મારૂતિ ઉદ્યોગ લિમિટેડ હતું. હનુમાનજીનું મારૂતિ પણ એક નામ છે, મારૂતિનો ઇતિહાસ 1970માં શરૂ થયો અને ઘણુ વિચારીને દેશની પ્રથમ કાર કંપનીનું નામ મારૂતિ આપવામાં આવ્યુ હતું. 1982માં મારૂતિ ઉદ્યોગ લિમિટેડ અને જાપાનની ઓટો મોબાઇલ કંપની સુઝુકી વચ્ચે જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટ થયુ હતું. જે બાદ કંપનીનું નામ થઇ ગયુ મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ થઇ ગયુ. Cars Company Meaning

Hyundai

દેશની બીજી સૌથી મોટી કાર કંપની હ્યૂંડઇ મોટર્સ છે. હ્યૂંડઇનું નામ કોરિયન શબ્દ Hanjaમાંથી નીકળ્યુ છે અને તેનો અર્થ આધુનિક સમય થાય છે. વર્ષ 1947માં ચુંગ જૂ-યંગે એક નાની કંસ્ટ્રક્શન ફર્મના રૂપમાં હ્યૂંડઇની શરૂઆત કરી હતી. Cars Company Meaning

Honda

ભારત સહિત આખી દુનિયામાં હોન્ડાની કારોની જોરદાર ડિમાન્ડ છે. કારણ કે આ એક વિશ્વાસપાત્ર નામ છે. આ કંપનીનું નામ તેમના ફાઉન્ડર સોઇકિરો હોન્ડાના નામ પર રાખવામાં આવ્યુ છે. હોન્ડા કંપનીનો પાયો રાખનારા સોઇકિરો હોન્ડાને ઓટોમોબાઇલમાં ઘણો રસ હતો. આ કંપનીનો પાયો નાખ્યા પહેલા તે એક ગેરેજમાં કામ કરતા હતા, જ્યા તે સામાન્ય કારોને રેસિંગ કારમાં મોડિફાઇ કરતા હતા. Cars Company Meaning

Ford Motor

વિશ્વભરમાં ફોર્ડ કારની પોતાની એક અલગ ઓળખ છે. આ કંપનીનું નામ તેના સંસ્થાપક હેનરી ફોર્ડના નામ પર પડ્યુ હતું. ફોર્ડ તે પસંદગીની કંપનીમાં સામેલ છે, જે 1913માં આવેલી વૈશ્વિક આર્થિક મંદીથી ખુદને બચાવવામાં સફળ રહ્યા. ભારતમાં ફોર્ડની ગાડીઓ ઘણી વેચાય છે.Cars Company Meaning

આ પણ વાંચો: ભારતની ફાસ્ટેટ ઇલેક્ટ્રીક બાઇક લોન્ચ, જાણો તેના કિંમત અને ખૂબીઓ

Toyota

દરેક મામલે ટોયોટાની ગાડીઓ યોગ્ય રહે છે. Toyota નામ તેમના ફાઉન્ડર સાકિચી ટોયોડાના નામ પર પડ્યુ છે. જોકે, શરૂઆતના સમયમાં તેનું નામ Toyeda હતું પરંતુ બાદમાં તેને બદલીને Toyota કરી દેવામાં આવ્યુ. ભારતમાં ટોયોટા ઇનોવાની ઘણી માંગ છે. Cars Company Meaning

Datsun

સસ્તી ગાડીઓના સેગમેન્ટમાં ડેટસનની બોલબાલા છે. શરૂઆતમાં આ કંપનીનું નામ DAT હતું, જે Den, Aoyama અને Takeuchiના પ્રથમ ડિજિટને લઇને રાખવામાં આવ્યુ હતું. પછી નામને બદલીને
DATSON કરવામાં આવ્યુ. જ્યારે તેને નિસાન મોટરે ખરીદી તો તેનું નામ બદલીને DATSUN કરી દેવામાં આવ્યુ અને આજ સુધી આ નામ ચાલી રહ્યુ છે. Cars Company Meaning

Nissan

જાપાનની મુખ્ય વાહન નિર્માતા કંપની નિસાનને પહેલા (Nippon Sangyo)ના નામથી ઓળખવામાં આવતી હતી. તેનું શોર્ટ નેમ હવે નિસાન પડ્યુ છે. Cars Company Meaning

Renault

ફ્રાંસની કાર નિર્માણ કંપની રેનૉ ઓછી કિંમતમાં ઘણા ફિચર્સ આપનારી કાર કંપનીના રૂપમાં ઓળખાય છે. આ કંપનીનું નામ તેના ફાઉન્ડર LOUIS REANULT KSના નામ પર પડ્યુ છે.

Volkswagen

જર્મનીની આ કાર કંપનીની શરૂઆત નાજી સોશિયલ પાર્ટી દ્વારા કરવામાં આવી હતી, તે સમયે જર્મન તાનાશાહ હિટલર એક એવી કાર બનાવવા માંગતા હતા જેની કિંમત ઓછી હોય અને સામાન્ય વ્યક્તિની જરૂરતોને પુરી કરી શકે. આ કાર કંપનીનું નામ બે શબ્દ Volks+wagenને જોડીને બનાવવામાં આવ્યુ છે. ફૉક્સનો અર્થ થાય છે જનતા અને વેગનનો અર્થ વાહન થાય છે. એટલે જનતાને સમર્પિત એક કાર. Cars Company Meaning

BMW

BMWને આજે કોઇ ઓળખની જરૂર નથી. ભારતમાં એક ખાસ વર્ગની આ કંપનીની કાર પ્રથમ પસંદ હોય છે. BMW એક શોર્ટ નામ છે. આ કંપનીનું પુરૂ નામ (Bavarian Motor Works) છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat