Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: નેહરુબ્રિજ પર કારની અડફેટે સાયકલ સવારનું મોત, ચાલક ફરાર

અમદાવાદ: નેહરુબ્રિજ પર કારની અડફેટે સાયકલ સવારનું મોત, ચાલક ફરાર

0
38

અમદાવાદ: શહેરના નેહરુ બ્રીજ પર અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં કારની અડફેટે એક સાયકલ સવારનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ મ્યૂન્સિપલ કોર્પોરેશન (AMC)ના કોન્ટ્રાક્ટ અંતર્ગત વડીલ સુખાકારી યોજના હેઠળ કાર દોડાવવામાં આવી છે. આવી જ એક કોન્ટ્રાક્ટ હેઠળની કાર નહેરુ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે કારના ચાલકે સાઈકલ સવારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સાઈકલ સવારને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં 2 દિવસમાં 6 અલગ-અલગ અકસ્માતમાં 23ના મોત

આ ઘટનાની જાણ થતાં શહેરના બી ડિવિઝન ટ્રાફિક પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે બાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

.