Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘ધ જોયા ફેક્ટર’થી વિરાટ કોહલીનું બોલિવૂડમાં ડેબ્યુ! જુઓ VIDEO

‘ધ જોયા ફેક્ટર’થી વિરાટ કોહલીનું બોલિવૂડમાં ડેબ્યુ! જુઓ VIDEO

0
478

સોનમ કપૂરની આગામી ફિલ્મ “ધી જોયા ફેક્ટર” રોચક વિષય પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મનો પ્લોટ તો શાનદાર છે જ, પરંતુ આ સાથે જ ફિલ્મ અન્ય કારણથી ચર્ચામાં છે. વાસ્તવમાં આ ફિલ્મ મારફતે વિરાટ કોહલી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મનું ટીઝર જોઈને તો એવું જ લાગી રહ્યું છે.

જણાવી દઈએ કે, અભિષેક શર્માના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. જેમાં સોનમ કપૂરસ દુલકર સલમાન, અંગદ બેદી અને સંજય કપૂર ઉપરાંત સૌના આકર્ષણનું કેન્દ્ર ગૌરવ અરોરા કામ કરી રહ્યા છે. ગૌરવને TikTok વીડિયોના કારણે આગવી ઓળખ મળી છે અને આજે તે TikTok સ્ટાર તરીકે જાણીતો છે. આનું મુખ્ય કારણ એ પણ છે કે, ગૌરવનો ચહેરો ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જેવો જ લાગે છે. TikTok પર ગૌરવના વીડિયો વિરાટનો લૂક હોવાના કારણે લોકપ્રિય થયા છે.

હાલ આ ફિલ્મનો એક પ્રમોશ્નલ વીડિયો રજૂ થયો છે. જેમાં ગૌરવ જોવા મળી રહ્યો છે. તે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂપમાં બેટ પકડીને બેઠો છે અને પોતાની બેટિંગની રાહ જોઈ રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ક્રિકેટ કોમેન્ટ્રી ચાલી રહી છે. જેમાં અવાજ આવે છે કે, ભારતનો એક બેટ્સમેન આઉટ થઈ ગયો છે અને હવે ટીમના કેપ્ટન વિરાટનો વારો છે. જે બાદ ગૌરવ બેટ પકડીને મેદાન તરફ નીકળે છે.

હકિકતમાં ગૌરવને જોઈને લોકોને વિરાટ કોહલી હોવાનો આભાસ થાય છે. ક્રિકેટ અને કિસ્મતના તાણાવાણા પર આધારિત આ ફિલ્મમાં સોનમ જોયા નામની એવી યુવતીની ભૂમિકા ભજવી રહી છે, જે ભારતીય ક્રિકેટ ટીમ માટે લકી ચાર્મ બની જાય છે.

સોનમ કપૂરની આ ફિલ્મ અંધવિશ્વાસ અને ખોટી માન્યતા પરથી પડદો ઉઠાવે છે. હાલ આ ફિલ્મનું ગીત લકી ચાર્મ લોકપ્રિય થઈ રહ્યું છે અને ફિલ્મનું ટિઝર પણ લોકોને પસંદ પડી રહ્યું છે.

ઓમ બિરલા બ્રાહ્નણો વિશે શું બોલી ગયા? ટ્વીટર પર થયા ટ્રોલ