Gujarat Exclusive > રાજનીતિ > સિદ્ધૂને અધ્યક્ષ બનાવવા પર કેપ્ટન નારાજ, સોનિયાને પત્ર લખ્યો- પાર્ટીને નુકસાન થશે

સિદ્ધૂને અધ્યક્ષ બનાવવા પર કેપ્ટન નારાજ, સોનિયાને પત્ર લખ્યો- પાર્ટીને નુકસાન થશે

0
110

નવી દિલ્હી: પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે ચાલી રહેલી ખેચતાણ વધતી જઇ રહી છે. આજે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી સાથે સિદ્ધૂની મુલાકાત બાદ અમરિંદર સિંહે કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે.

અમરિંદરે પત્રમાં લખ્યુ છે કે જો સિદ્ધૂનેપંજાબના પ્રમુખ બનાવ્યા તો પાર્ટીને નુકસાન થશે.

સિદ્ધૂને અધ્યક્ષ બનાવવાના સમાચારોએ કેપ્ટનને નારાજ કરી દીધા છે. સિદ્ધૂ પર ગુસ્સે થયેલા કેપ્ટને સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યુ કે સિદ્ધૂની વર્કિગ સ્ટાઇલથી કોંગ્રેસને નુકસાન થશે અને કોંગ્રેસ વહેચાઇ જશે. આ વચ્ચે નારાજ કેપ્ટનને મનાવવા હરીશ રાવત ચંદીગઢમાં છે. તે મુખ્યમંત્રી અમરિંદર સાથે મુલાકાત કરીને હાઇકમાન્ડને વાત જણાવશે.

સોનિયા ગાંધી સાતે સિદ્ધૂની મીટિંગ બાદ પાર્ટીએ પંજાબનો નિર્ણય રોકી દીધો છે. સિદ્ધૂની સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને હરીશ રાવત સાથે મુલાકાત થઇ હતી. પાર્ટી દાવો કરી રહી છે કે સોનિયા ગાંધી જલ્દી નિર્ણય લેશે જેને સાર્વજનિક કરી દેવામાં આવશે.

માનવામાં આવી રહ્યુ છે કે છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી પાર્ટી હાઇકમાન્ડનો પ્રયાસ આગળ વધતો જોવા નથી મળી રહ્યો. કેપ્ટન અમરિંદર નારાજ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat