Gujarat Exclusive > દેશ-વિદેશ > આરૂસા આલમના ISI કનેક્શનની તપાસ પર કેપ્ટન અમરિંદરે ડેપ્યુટી CMને આપી સલાહ

આરૂસા આલમના ISI કનેક્શનની તપાસ પર કેપ્ટન અમરિંદરે ડેપ્યુટી CMને આપી સલાહ

0
56

ચંદીગઢ: પંજાબમાં રાજકારણ ગરમાયેલુ છે. ડેપ્યુટી સીએમ સુખજિંદર રંધાવાના અમરિંદર સિંહની પાકિસ્તાની મહિલા મિત્ર અને જાસુસી એજન્સી ISI કનેક્શનની તપાસ મામલે બન્ને વચ્ચે ટ્વીટર પર વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં પોતાના એક ટ્વીટમાં ડેપ્યુટી સીએમે કહ્યુ હતુ, કેપ્ટન અમરિંદર સિંહ કહી રહ્યા છે કે પંજાબને ISIનો ખતરો છે. માટે અમે આઇએસઆઇ સાથે તેમની મહિલા મિત્ર અરૂસા આલમના સબંધની તપાસ કરીશુ.

ડેપ્યુટી સીએમ દ્વારા કેપ્ટન પર કરવામાં આવેલા વ્યક્તિગત પ્રહાર પર પલટવાર કરતા પૂર્વ મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર રવીન ઠુકરાવે કહ્યુ કે આરૂસા આલમ કેન્દ્રની મંજૂરી લઇને 16 વર્ષથી ભારત આવી રહ્યા હતા. આ સાથે જ તેમણે ડેપ્યુટી સીએમ રંધાવાને સવાલ કર્યો કે શું તે આરોપ લગાવી રહ્યા છે કે NDA અને UPA સરકારોએ ISI સાથે મિલીભગત કરી હતી.

અમરિંદર સિંહના હવાલાથી તેમના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વીટ કર્યુ, સુખજિંદર સિંહ તમે મારા મંત્રીમંડળમાં રહ્યા. મે તમને પહેલા ક્યારેય તેના વિશે ફરિયાદ કરતા સાંભળ્યા નથી અને તે 16 વર્ષથી ભારત સરકારની મંજૂરી સાથે આવી રહ્યા હતા. તો શું તમે હવે આરોપ લગાવી રહ્યા છો કે 16 વર્ષથી NDA અને કોંગ્રેસના નેતૃત્વ ધરાવતી યુપીએ સરકાર ISIને મળેલા છે.

આ પણ વાંચો:  જમ્મુ કાશ્મીર: અમિત શાહના પ્રવાસ પહેલા 26 આતંકીઓને આગ્રા જેલમાં શિફ્ટ કરાયા

સોનિયા ગાંધી સાથેની તસવીર કરી શેર

આ સાથે જ મીડિયા સલાહકારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે આલમની એક તસવીર પણ ટ્વીટ કરી છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ, ડેપ્યુટી સીએમ વ્યક્તિગત પ્રહાર કરી રહ્યા છે, તેમણે આરોપ લગાવ્યા પહેલા જણાવવુ જોઇએ કે એક મહિનામાં તેમની સરકારે બરગાડી મામલે શું કર્યુ છે, તેમણે નશા તસ્કરીને લઇને જે દાવા કર્યા હતા તેમનું શું થયુ. આ બધુ કામ કરવાની જગ્યાએ તે વ્યક્તિગત પ્રહાર કરી રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat