Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > Wiproનાં નવા CEO અને MD તરીકે થિયેરી ડેલાપાર્ટની નિમણૂંક, 6 જુલાઈથી કાર્યભાર સંભાળશે

Wiproનાં નવા CEO અને MD તરીકે થિયેરી ડેલાપાર્ટની નિમણૂંક, 6 જુલાઈથી કાર્યભાર સંભાળશે

0
274

નવી દિલ્હીઃ આઇટી સેવા આપનારી કંપની વિપ્રોએ કૈપજેમિની ગ્રુપનાં દિગ્ગજ થિઅરી ડેલાપોર્ટે પોતાનાં નવા મુખ્ય કાર્યકારી અધિકારી અને પ્રબંધ નિર્દેશકને નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ 6 જુલાઇ, 2020થી શરૂ થશે. વિપ્રોએ શુક્રવારનાં રોજ આ અંગેની જાણકારી આપી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કંપનીએ જણાવ્યું હતું કે તેનાં CEO અને પ્રબંધ નિર્દેશક આબિદ અલી જેડ નીમચવાલાએ કંપનીથી બહાર જવાનો નિર્ણય કર્યો છે. આબિદ અલી નીમચવાલા 1 જૂનનાં રોજ CEO અને MDનાં રૂપમાં પોતાનું પદ છોડી દેશે. વિપ્રોએ એક નિવેદનમાં જણાવ્યું કે, ઋષદ પ્રેમજી 5 જુલાઇ સુધી કંપનીનાં દૈનિક સંચાલનની દેખરેખ કરશે.

તેઓએ કહ્યું કે, હજી સુધી થિઅરી ડેલાપોર્ટ કૈપજેમિની સમૂહનાં મુખ્ય પરિચાલન અધિકારી અને તેનાં સમૂહ કાર્યકારી બોર્ડનાં સભ્ય હતાં. કૈપજેમિની સાથે પોતાનાં 25 વર્ષનાં કેરિયર દરમ્યાન તેઓએ અનેક નેતૃત્વ ભૂમિકાઓ નિભાવી છે.

ઋષદે કહ્યું કે, તેઓએ કૈપજેમિનીનાં ભારત સંચાલનનું પણ નિરીક્ષણ કર્યુ છે અને આ સમૂહનું પરિવર્તન એજન્ડાનાં નેતૃત્વમાં રહે. આ સિવાય તેઓએ વિભિન્ન વ્યવસાયિક એકમોમાં અનેક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. વિપ્રોએ ચેરમેન ઋષદ પ્રેમજીએ કહ્યું કે, થિઅરીની પાસે એક અસાધારણ નેતૃત્વનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. તેમની પાસે ઊંડી રણનીતિક વિશેષજ્ઞતા, લાંબ સમય સુધી ચાલનારા ગ્રાહક સંબંધોને બનાવવાની એક અનોખી ક્ષમતા અને ડ્રાઇવિંગ ટ્રાંસફોર્મેશન અને ટેક્નિકી વ્યવધાનનાં સમાધાનનો અનુભવ છે. અમારું માનવું એમ છે કે થિઅરી વિપ્રોનું નેતૃત્વ કરવા માટે બરાબર વ્યક્તિ છે.

ડેલાપોર્ટે 1992માં પેરિસ અને લંડનમાં આર્થર એન્ડરસનની સાથે વરિષ્ઠ લેખા પરીક્ષકનાં રૂપમાં પોતાનું કેરિયર શરૂ કર્યું. તેઓ નૉટ-ફોર-પ્રૉફિટ લાઇફ પ્રોજેક્ટ 4 યૂથનાં અધ્યક્ષ અને સહ સંસ્થાપક પણ છે. આ એક સંગઠન છે કે જે ગરીબ ક્ષેત્રોમાં રહેનારા યુવા વયસ્કોનાં વ્યવસાય અને સામાજિક એકીકરણ તરીકે કામ કરે છે.

ગુજરાત સરકારનાં સીટીઝન પોર્ટલ પર ગુજરાતનાં જ મુખ્યમંત્રીનાં નામમાં છબરડો!