Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > છેલ્લાં 7 મહિનાથી બંધ કેમ્પ હનુમાન મંદિરને ખોલવા ચેરિટી કમિશનરનો હુકમ

છેલ્લાં 7 મહિનાથી બંધ કેમ્પ હનુમાન મંદિરને ખોલવા ચેરિટી કમિશનરનો હુકમ

0
115

અમદાવાદ : કોરોના કાળમાં શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર પાછલા સાત મહિનાથી શ્રદ્ધાળુઓ માટે બંધ હોવાથી મંદિરને તાત્કાલિક ખોલવા માટે દાખલ કરાયેલી અરજી ચેરિટી કમિશનરે મંજૂર કરી દીધી છે.

ચેરિટી કમિશનરે શાહીબાગના કેમ્પ હનુમાન મંદિરને તાત્કાલિક ધોરણે ખોલવાનો મંદિરના ટ્રસ્ટને નિર્દેશ કર્યો છે. કોરોના સંક્રમણથી બચાવ માટે સરકાર દ્વારા જારી કરાયેલી SOPનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાતપણે કરવું પડશે. નોંધનીય છે કે ચેરીટી કમિશનર સમક્ષ કેટલાંક અરજદારો દ્વારા મંદિર ખોલવા અંગે અરજી કરાઈ હતી.

ચેરિટી કમિશનર સમક્ષ દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે સરકાર દ્વારા જ્યારે માર્કેટ, મલ્ટીપ્લેક્સ સહિત ખોલવામાં આવી રહ્યાં છે ત્યારે શાહીબાગ કેમ્પ હનુમાન મંદિર કેમ નહીં. ભક્તોની લાગણી પણ દુભાતી હોવાની રજુઆત કરાઈ હતી. ચેરિટી કમિશનરે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને કોરોનાથી બચાવ માટે જારી કરાયેલી ગાઈડલાઇનનું પાલન કરવાની શરતે મંદિર ખોલવાનો હુકમ કર્યો છે.