અમદાવાદ: શહેરના આર્મી કેન્ટોનમેન્ટ ખાતે કેમ્પ હનુમાન પાસેની આર્મી પબ્લિક સ્કૂલની અંદર આજે સવારે કોબ્રા સાપ નીકળ્યો હોવાનો કોલ મળ્યો હતો. અહીં સ્કુલ એક્ઝામ રૂમમાં કોબ્રા જેને ગુજરાતીમાં નાગ કહેવામાં આવે છે તે જોવા મળ્યો હતો. અહીં સાપ જોઈ લોકો ડરી ગયા હતા પણ તાત્કાલિક એનિમલ લાઇફકેરના વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભીએ બે ફૂટ લાંબા કોબ્રાનો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું
વિજય ડાભી દ્વારા જણાવવામાં આવ્યું કે, ક્યાંય પણ સાપ જોવા મળે તો તેને મારવો નહીં અને તાત્કાલિક એનીમલ હેલ્પલાઇન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો જોઈએ. કોબ્રા સાપફેણ ચડાવી શકે છે તેને જ નાગ કહેવાય, માત્ર નાગથી જ ફેણ ચડી શકે છે, ઝેરી હોય છે. સાપએ સરીગૃપ વર્ગનું અદભુત પ્રાણી મુખ્ય ચાર સાપ ઝેરી છે. હાલ ચોમાસું નજીક છે તેથી અવાર-નવાર સોસાયટીમાં બંગલામાં સાપ આવવાની ઘટના બનતી રહેશે.
તાજેતરમાં ગોતા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડે જાતે સાપ પકડવાની કોશિશ કરતા સાપે દંશ માર્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા. તો વિજય ડાભીએ એક્સપર્ટ તરીકે વિનંતી કરી છે કે જાતે સાપ પકડતા ન આવડતું હોય તો કોઈ સોસાયટી કે બંગલામાં કોઈએ સાપની ઓળખ વગર સાપ પકડવો જોઈએ નહીં તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા અન્ય રેસ્ક્યુનો સંપર્ક કરવો જોઈએ.
ચોમાસામાં જોવા મળતા સાપ
કાળોતરો: તે નિશાચર છે, કુદરતે તેને ઉભી કીકી આપેલી છે, માનવ વસ્તીથી દુર રહેવું તેને ગમે છે, 4 ફૂટની લંબાઈ હોઈ છે, તે એશિયાનો સૌથી ઝેરી સાપ છે.
નાગ: માનવ વસ્તીની આજુબાજુ રેહવું ગમે છે, સવાર સાંજ ખોરાક મેળવવા બહાર નીકળે છે, કાળોતરો અને નાગનું ઝેર સીધો મગજ ઉપર અસર કરે છે.
ખેડચિતળો: ભારતમાં સૌથી મોટા દસ વાળો સાપ.
પૈડકું/ફુરસો: ભારતમાં ઝેરી સાપોમાં સૌથી નાનો સાપ, પોતાના શરીર ઉપર અસંખ્ય ભીંગડાઓ છે, ભીંગડીઓ ઘસીને અવાજ કરે છે, સુકા લાકડામાં કરવત ચાલતી હોઈ તેવો અવાજ નીકળે છે. ખડચિતળો અને પૈડકુંનું ઝેર લોહી ઉપર અસર કરે છે એટલે સોજો ચડી જાય છે.