Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > હવે રિલાયન્સ Jio પર મફત કોલ નહીં કરી શકો, ચુકવવા પડશે પૈસા

હવે રિલાયન્સ Jio પર મફત કોલ નહીં કરી શકો, ચુકવવા પડશે પૈસા

0
7315

હવે રિલાયન્સ જિયો ગ્રાહકો પાસેથી અન્ય કંપનીના નેટવર્ક પર કોલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનિટના દરે ચાર્જ લગાડશે. જોકે, કંપની વળતર આપવા માટે ગ્રાહકોને સમાન મૂલ્યનો મફત ડેટા આપશે. જિયો પ્રથમ વાર ગ્રાહકો પાસે કોલ કરવાની રકમ લેશે. અત્યાર સુધી જિયોના ગ્રાહકોને ખાલી ડેટાની કિંમત ચુકવવી પડતી હતી અને તેના ફોન કોલ પર કોઈ ચાર્જ લાગતો નહતો.

બુધવારે જિયોએ પોતાના નિવેદનમાં કહ્યું કે, જ્યાર સુધી કોઈ કંપનીએ પોતાના ગ્રાહકો દ્વારા કોઈ અન્ય નેટવર્ક પર ફોન કરવાના બદલામાં રકમની ચુકવણી કરવાની રહેશે. કંપનીએ કહ્યું કે જિઓ ફોન અથવા લેન્ડલાઇન પર કોલ કરવા પર કોઇ ચાર્જ નહી લેવામાં આવે. આ સાથે જ વોટ્સઅપ અને ફેસટાઇમ સહિત આ રીતની અન્ય જગ્યાએથી કરવામાં આવેલા ફોન કોલ પર પણ કોઇ ચાર્જ નહી લાગે. તમામ નેટવર્કના ઇનકમિંગ ફોન મફત રહેશે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જિયોને ટ્રાઇના નિયમોને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઈન્ડિયા (ટ્રાઇ)ના ઇન્ટરકનેક્ટ વપરાશ ફી (આઈયૂસી) હેઠળ કંપની એક બીજાના નેટવર્ક પર કોલ જવા પર એક બીજાને ભરપાઈ કરે છે. ટ્રાઈએ ઇન્ટરકનેક્ટ વપરાશ ફીને 2017માં 14 પૈસાથી ઘટાડીને 6 પેસા પ્રતિ મિનિટ કરી દીધુ હતુ અને કહ્યું હતું કે, જાન્યઆરી 2020 સુધીમાં તેને બંધ કરવામાં આવશે.

રિલાયન્સે આ નિર્ણયનું સમર્થન કર્યુ હતુ પરંતુ હવ ટ્રાઇએ આ સંદર્ભમાં ફરીથી કન્સલ્ટેશન પેપર જારી કર્યું છે અને એવું માનવામાં આવે છે કે, ઇન્ટરકનેક્ટ વપરાશ ચાર્જ ચાલુ રાખી શકે છે. ત્યાર બાદ જિયોએ પોતાના ગ્રાહકો પાસેથી કોલના પૈસા વસૂલવાનો નિર્ણય કર્યો છે. કારણ કે, જિયોએ અન્ય ઓપરેટર્સ ઇન્ટરકનેક્ટ વપરાશ ફી તરીકે 13500 કરોડ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ઈન્ટરનેક્ટનો ઉપયોગ ફી મામલે ઘણી મોબાઈલ ઓપરેટર કંપનીઓ સુમીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

નર્મદા ડેમની 138.53 મીટર સપાટી: 2 મહિનામાં 360 કરોડની વીજળીનું ઉત્પાદન