Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > કૉલ-ડેટાના દર વધતા જ ટેલિકૉમ કંપનીઓના ‘અચ્છે દિન’, શેર બજારમાં તેજી

કૉલ-ડેટાના દર વધતા જ ટેલિકૉમ કંપનીઓના ‘અચ્છે દિન’, શેર બજારમાં તેજી

0
431

મુંબઈ: આ સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ છે. સવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 97 અંક વધીને 40,890 પર ખુલ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 12 હજારને પાર થઈ ગયો છે. ટેરિફ વધવાની જાહેરાત કરનારી ટેલિકૉમ કંપનીઓના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. નિફ્ટી 12,137 પર ખુલ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે જ Jio, એરટેલ, વૉડાફોન અને આઈડિયાએ પોતાના તમામ પ્રીપેડ પ્લાન અને સેવાઓના ટેરિફમાં ભારે વધારો કરવાની જાહેરાત કરી છે. જેનાથી ગ્રાહકોના મોબાઈલ બિલમાં 50 ટકા વધવાની શક્યતા છે. આજ કારણથી સોમવારથી વોડાફોન-આઈડિયાના શેરોમાં 22 ટકા અને ભારતી એરટેલના શેરોમાં 7 ટકા વૃદ્ધિ જોવા મળી.

ક્યાં શેરોમાં જોવા મળી તેજી?
દિવસની શરૂઆતમાં જ અંદાજે 428 શેરોમાં તેજી અને 243માં ઘટાડો જોવા મળ્યો. જે શેરોમાં તેજી જોવા મળી તેમાં મુખ્ય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસ્કોર્ટ્સ, ભારતી એરટેલ, HDFC બેંક, PNB બેંક સામેલ છે. જ્યારે યસ બેંક, આયશર મોટર્સ, ટાટા મોટર્સ, ટાઈટન અને સુવેન લાઈફના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

જણાવી દઈએ કે, ગુરૂવાીરે સેન્સેક્સ અને નિફ્ટી અત્યાર સુધીની ઉચ્ચતમ સપાટીને સ્પર્શ કર્યો હતો. ગુરૂવારે દિવસ દરમિયાન સેન્સેક્સ 41,163 અંક અને નિફ્ટી 12,158.80 અંક સાથે સૌથી ઉચ્ચતમ સ્તરને સ્પર્ષ કર્યો હતો.

Vodafone-idea 3 ડિસેમ્બરથી વધારશે ટૈરિફ પ્લાનની કિંમતો, આપવા પડશે આટલા પૈસા