Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ટેક્સ વિવાદ કેસ: કેર્ન એનર્જીની ₹ 5.12 લાખ કરોડ રૂપિયાની ભારતીય સંપત્તિઓ પર નજર

ટેક્સ વિવાદ કેસ: કેર્ન એનર્જીની ₹ 5.12 લાખ કરોડ રૂપિયાની ભારતીય સંપત્તિઓ પર નજર

0
109

નવી દિલ્હી: રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કેસમાં ભારત સરકાર અને કેર્ન એનર્જી (Cairn Energy) વચ્ચે ચાલી રહેલા વિવાદમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે. કેર્ન એનર્જીએ ભારત પાસેથી 1.72 બિલિયન ડૉલર (અંદાજે 12,600 કરોડ રૂપિયા)ની વસૂલી માટે અમેરિકામાં કેસ દાખલ કર્યો છે. હવે કેર્ન એનર્જીએ વસૂલી માટે ભારતની વિદેશોમાં આવેલી 70 બિલિય ડૉલર (અંદાજે 5.12 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિની ઓળખ કરી છે. જો ભારત ચૂકવણી કરવામાં નિષ્ફળ રહેશે, તો તે આર્બિટ્રેશન અવોર્ડનું ચૂકવણી ના કરનારી લીગમાં સામેલ થઈ જશે.

કેર્ન એનર્જીની (Cairn Energy) જે ભારતીય સંપત્તિઓ પર નજર છે, તેમાં એર ઈન્ડિયાની ફ્લાઈટો, શિપિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા સાથે સંકળાયેલા બંદરો, સરકારી બેંકોની સંપત્તિઓ તેમજ સરકારી કંપનીના ઑઈલ અને ગેસ કાર્ગો સામેલ છે.

આ કેસના જાણકારે જણાવ્યા મુજબ, આ ભારતીય સંપત્તિઓ વિવિધ દેશોમાં આવેલી છે. જો કે સુત્રએ ભારતીય સંપત્તિ સાથે સંકળાયેલી અન્ય કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. આર્બોટ્રેશન કોર્ટનો નિર્ણય લાગૂ કરાવવા માટે કેર્ન એનર્જી અમેરિકા બાદ હવે સિંગાપુર કોર્ટમાં જવાની યોજના પણ બનાવી રહ્યું છે.

સુત્રો મુજબ, ભારત સરકાર પોતાની સંપત્તિની જપ્તીને કોર્ટમાં પડકારશે, પરંતુ સંપત્તિને બચાવવા માટે સરકારે બેંક ગેરન્ટી જેવી નાણાકીય સુરક્ષા આપવી પડશે. જો કેર્નને કેસમાં કોઈ મેરિટ નહીં મળે, તો કોર્ટ આવી ગેરન્ટી ભારતને પરત કરી દેશે. જો કોર્ટ એવું માને કે, ભારત આર્બિટ્રેશન અવોર્ડનું સમ્માન કરવામાં નિષ્ફળ રહ્યું છે, તો બેંક ગેરન્ટી કેર્ન એનર્જીને (Cairn Energy) આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો:  ભારતના અંતિમ વાઈસરૉય લોર્ડ માઉન્ટબેટનની ડાયરી સાર્વજનિક કરવાનો બ્રિટનનો ઈનકાર (Cairn Energy)

શું છે સમગ્ર મામલો?
ડિસેમ્બર-2020માં કેર્ન એનર્જીએ (Cairn Energy) સિંગાપુરની ઑર્બિટ્રેશન કોર્ટમાં રેટ્રોસ્પેક્ટિવ ટેક્સના કેસમાં ભારત સરકાર સામે જીત મેળવી હતી. રેટ્રોસ્પેક્ટિવનો અર્થ જૂના ટેક્સ સંદર્ભે છે. ટેક્સ વિવાદ બાદ આ કેસમાં આર્બિટ્રેશન કોર્ટે ભારત સરકારને 1.2 અબજ ડૉલર ઉપરાંત વ્યાજ અને પેનલ્ટીની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ તમામ રકમ મળીને કુલ 1.72 અબજ ડૉલર કરતા વધુની રકમ થઈ જાય છે. ભારત સરકારે કેર્ન એનર્જીને આ રકમ હજુ સુધી ચૂકવી નથી.

એર ઈન્ડિયા વિરુદ્ધ અમેરિકામાં કેસ
કેર્ન એનર્જીએ (Cairn Energy) 14મીં મેના રોજ એર ઈન્ડિયા પર અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કેર્ન એનર્જીએ આ કેસ ન્યૂયોર્કની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કર્યો છે. જેમાં કેર્ન એનર્જીએ એ રકમ ચૂકવવા માટે એરઈન્ડિયા પાસે જવાબ માંગ્યો છે, જે તેને ભારત સરકાર વિરુદ્ધ દાવામાં જીતથી મળ્યો છે.

કંપનીનું કહેવું છે કે, એરલાઈન કંપની પર સરકારનો માલિકી હક્ક છે. આથી તે કાયદેસર દ્રષ્ટિએ સરકારથી અલગ નથી. માત્ર નામના આધારે ભારત સરકાર અને એર ઈન્ડિયાને અલગ ના ગણી શકાય. આમ કરવાથી ભારત સરકારને કેર્ન એનર્જી જેવા અન્ય લેણદારોથી પોતાની સંપત્તિ સુરક્ષિત રાખવાનું કારણ મળી જશે.

શું હતો આર્બોટ્રેશન કોર્ટનો આદેશ?
આર્બિટ્રેશન કોર્ટના ઑર્ડર મુજબ, ભારતે બ્રિટનની સાથે થયેલી વેપાર સમજૂતિનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે કહ્યું કે, કેર્નના (Cairn Energy) ભારતમાં 2006-07માં વેપારના આંતરિક પુનર્ગઠન પર ભારતનો ટેક્સનો દાવો યોગ્ય નથી. આર્બોટ્રેશને સરકારને પોતાના દ્વારા વેચવામાં આવેલા શેરોના પૈસા પરત કરવા, ડિવિડન્ડ જપ્ત કરવા અને ટેક્સ ડિમાન્ડની વસૂલી માટે રોકવામાં આવેલા ટેક્સ રિફંડનો આદેશ આપ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat