Gujarat Exclusive > દેશ-વિદેશ > 50 લાખ કર્મચારીઓને કેન્દ્ર સરકારની દિવાળી ગિફ્ટ, પાંચ ટકા મોઘવારી ભથ્થુ વધાર્યુ

50 લાખ કર્મચારીઓને કેન્દ્ર સરકારની દિવાળી ગિફ્ટ, પાંચ ટકા મોઘવારી ભથ્થુ વધાર્યુ

0
889

દિવાળી પહેલા કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં મોઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ મોંઘવારી ભથ્થુ 12 ટકાથી વધારીને 17 ટકા કરવામાં આવ્યુ છે. સરકારના આ નિર્ણયથી 50 લાખ કર્મચારીઓને ફાયદો થશે સાથે જ 62 લાખ પેન્શન ધારકોને પણ તેનો ફાયદો મળશે. આ ભથ્થુ જુલાઇ 2019થી લાગુ થશે. કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ વાતની જાહેરાત કરી છે.

ડિયરનેસ અલાઉન્સ એટલે મોંઘવારી ભથ્થુ સરકારી કર્મચારીઓના જીવન સ્તરને સુધારવા માટે આપવામાં આવે છે. આ પૈસા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. આ સિવાય આ ભથ્થાનો મુખ્ય ઉદેશ્ય કર્મચારી પર મોંઘવારીની અસર ઓછી થાય છે.

કેબિનેટના અન્ય નિર્ણય

– કેબિનેટના નિર્ણયમાં ખેડૂતોને પણ રાહત મળી છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે ખેડૂત 30 નવેમ્બર સુધી કિસાન સમ્માન નિધિ માટે આધાર નંબર આપી શકે છે. પહેલા આ તારીખ એક ઓગસ્ટ 2019 હતી. આ નિધિ હેઠળ સરકાર વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક મદદ નાના ખેડૂતોને આપે છે.
– આ સિવાય આશા કાર્યકર્તાઓના વેતનને 1000 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા કરી દેવામાં આવ્યુ છે.
– પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે આયુષ્યમાન ભારત હેઠળ 31 લાખથી વધુ લોકોને ફાયદો થયો છે. બીજી તરફ 3.5 લાખથી વધુ પરિવારનો કાર્ડ બન્યો છે. કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત સ્કીમ પશ્ચિમ બંગાળ અને દિલ્હીને છોડીને અ્ય તમામ રાજ્યમાં લાગુ છે.

રાફેલની પૂજા ટ્વીટર પર થઈ ટ્રોલ, શસ્ત્ર પૂજનને કોંગ્રેસે ‘નાટક’ ગણાવ્યું