નવી દિલ્હી/ઢાકા: નાગરિક્તા સંશોધન બિલ પર બાંગ્લાદેશના વિદેશ મંત્રીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મેમને જણાવ્યું કે, તેમના દેશમાં સાંપ્રદાયિક સોહાર્દ અને ભાઈચારો સારો છે. અહીં તમામ ધર્મના નાગરિકોનું સમ્માન કરવામાં આવે છે. જો ભારતના ગૃહમંત્રી ઈચ્છે તો, તે જોવા માટે કેટલાક મહિના માટે બાંગ્લાદેશમાં રહી શકે છે.
ભારત સરકારે નાગરિક્તા સંશોધન બિલ સદનમાં રજૂ કરતા જણાવ્યું કે, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તામાં જે હિન્દુઓને અત્યાચારનો ભોગ બનવું પડ્યું છે અને તેઓ ભારત આવે, તો તેમને નાગરિક્તા આપવામાં આવશે. બાંગ્લાદેશી મીડિયા પ્રમાણે, ભારતની આ દલીલનો જવાબ આપતા બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, દુનિયામાં કેટલાક એવા દેશો છે, જ્યાં સાંપ્રદાયિક સંપ અને ભાઈચારો હોય છે. બાંગ્લાદેશ આવા જ કેટલાક દેશોમાંથી એક છે. જો ભારતના ગૃહમંત્રી અમિત શાહ કેટલાક મહિના બાંગ્લાદેશમાં વીતાવશે, તો તે અમારા દેશના સાંપ્રદાયિક સંપને જોઈ શકે છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ ભારતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારતની પોતના દેશમાં જ અનેક સમસ્યા હશે. તેને તે સમસ્યાઓથી લડવા દો. તેનાથી અમારે કોઈ મતલબ નથી. એક મિત્ર દેશ હોવાના કારણે અમને આશા છે કે, ભારત કંઈ પણ એવું નહી કરે, જેનાથી અમારા સબંધો પર અસર થાય.
શું છે નાગરિક્તા સંશોધન બિલ 2019?
આ બિલ સિટિઝનશિપ એક્ટ, 1955માં સંશોધન માટે લાવવામાં આવ્યું છે. આ એક્ટ અંતર્ગત કોઈ પણ એવો વ્યક્તિ ભારતીય નાગરિક્તા પ્રાપ્ત કરી શકે છે. જે ભારતમાં જન્મ લીધો હયો અથવા જેના માતા-પિતા ભારતીય હોય અથવા તે કેટલાક સમય સુધી ભારતમાં રહ્યો હોય. એક્ટમાં નાગરિક્તા આપવા માટેની અન્ય જોગવાઈ પણ છે. જો કે આ એક્ટ ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિક્તા આપવાથી રોકે છે.
નાગરિક્તા સંશોધન બિલ 2019માં 3 દેશોથી આવેલા 6 ધર્મના લોકોને આ જોગવાઈમાં છૂટ આપવામાં આવી છે. જે અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી 31 ડિસેમ્બર 2014 અથવા તેની પહેલા આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ ધર્મના શરણાર્થીઓને 11 વર્ષની શરત 5 વર્ષ કરવામાં આવી છે.
સ્ટેચ્યૂ ખાતે વિકાસ યોગ્ય છે, પરંતુ પ્રવાસનની આડમાં દારૂબંધી હટાવતા નહીંઃ કોંગ્રેસ