Gujarat Exclusive > દેશ-વિદેશ > CAAને લઇ અલીગઢમાં પ્રદર્શન, 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ

CAAને લઇ અલીગઢમાં પ્રદર્શન, 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ

0
276

CAAને લઇને છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. દિલ્હીના મૌજપુર બાદ હવે ઉત્તર પ્રદેશના અલીગઢમાં પણ CAAને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કરતા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. અલીગઢમાં વિવાદ વધતા 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે.

 

અલીગઢમાં પણ પોલીસ પર પથ્થરમારો

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં અલીગઢમાં ફરી એક વખત માહોલ ગરમાયો હતો. ઉપરકોટમાં પ્રદર્શન ચાલુ છે જ્યારે શાહજમાલમાં સ્થિતિ કાબુ બહાર થઇ ગઇ છે. હજારો લોકો રસ્તા પર આવી ગયા હતા અને પ્રદર્શન કરનારા યુવકોએ તુર્કમાન ગેટ પર પ્રાચીન નવદુર્ગા પથવારી મંદિર પર પથ્થરમારો કર્યો હતો, જે બાદ સ્થિતિ તણાવપૂર્ણ બની ગઇ હતી. પોલીસે કેટલાક લોકોને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેનાથી મહિલાઓમાં ગુસ્સો વધી ગયો હતો. વધુ પથ્થરમારો થતા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. જેને કારણે ત્યા રહેલા લોકોમાં ભાગદોડ મચી હતી. કેટલાક લોકોએ જ્વલનશીલ વસ્તુ ફેકી દુકાનોમાં આગ પણ લગાવી હતી.

CAAને લઇને દિલ્હીના મૌજપુરમાં પ્રદર્શન, પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા