Gujarat Exclusive > દેશ-વિદેશ > CAA વિરૂદ્ધ વ્યાપક પ્રદર્શન, અલીગઢમાં 70 મહિલાઓ પર FIR

CAA વિરૂદ્ધ વ્યાપક પ્રદર્શન, અલીગઢમાં 70 મહિલાઓ પર FIR

0
347

અલીગઢ: નાગરિક્તા સંશોધન કાયદો (CAA) અને નેશનલ સિટીઝન ચાર્ટર (NRC)ના વિરૂદ્ધ અલીગઢમાં 60-70 અજાણી મહિલાઓ વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. અલીગઢ સિવિલ લાઈન્સના સર્કલ ઓફિસર અનિલ સામનિયાએ જણાવ્યું કે, અહીં કેટલી મહિલાઓએ ધારા 144નું ઉલ્લંઘન કરીને પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો છે. જે બાદ અમારા તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, દિલ્હીના શાહીન બાગમાં થઈ રહેલા મહિલાઓના ધરણાં બાદ દેશના અનેક શહેરોમાં પણ આવા જ દેખાવો થઈ રહ્યાં છે.

બિહારમાં પણ અનેક જિલ્લાઓમાં CAA અને NRC વિરૂદ્ધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. રાજધાની પટનામાં પણ એક બે ઠેકાણે 12 જાન્યુઆરીથી આવા પ્રદર્શન થઈ રહ્યાં છે.

બીજી તરફ શાહીનબાગમાં ચાલતા પ્રદર્શનને પગલે સરિતા વિહાર અને કાલિંદી કુંજનો રસ્તો છેલ્લા 1 મહિનાથી બંધ છે. દિલ્હી પોલીસ દ્વારા એક વખત ફરીથી પ્રદર્શનકારીઓને રસ્તો ખોલવા માટે અપીલ કરવામાં આવી હતી.

શાહીન બાગ વિસ્તારમાં વાહનોની અવરજવર શરૂ કરાવાની માંગને લઈને કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે, કાયદો વ્યવસ્થા અને નાગરિકોનું હિત જોઈને કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ કોર્ટે જણાવ્યું કે, લોકોની પરેશાનીને જોતા કાયદાકીય રીતે પોલીસ ગમે ત્યારે રોડ ખાલી કરાવી શકે છે.

શબાના આઝમીના અકસ્માતના સમાચાર સાંભળીને PM મોદી દુ:ખી, કર્યું ટ્વીટ