આ સોદા બાદ paytmને વેલ્યુ મામલે Byju’s પાછળ છોડી શકે છે
નવી દિલ્હીઃ ભારતીય કોચિંગજગતમાં સૌથી મોટો સૌદો (Byju’s Aakash deal) થઇ ગયો. દેશની બીજી સૌથી વેલ્યુએબલ સ્ટાર્ટઅપ કંપની બાયજૂસ (Byju’s)એ જાણીતા કોચિંગ ઇંસ્ટીટ્યૂટ આકાશને ખરીદી લીધું આ ડીલ એક અબજ ડોલર (આશરે 7300 રૂપિયા)માં થઇ છે. આકાશ (AESL)મેડિકલ અને એન્જીનિયરિંગ કોચિંગ માટે જાણીતી છે.
2011માં તેમણે Think & Learn સ્ટાર્ટઅપ
બાયજૂસે ગઇકાલે આ ડીલ અંગેની જાહેરાત કરી હતી. બાયજૂના સ્થાપક 39 વર્ષીય બાયજૂ રવિંદ્રન (Byju Raveendran) શૈક્ષણિક બિઝનેસમાં વિશ્વમાં નામ કમાવી રહ્યા છે. વર્ષ 2011માં તેમણે Think & Learn સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું હતું. જે બાયજૂસની પેરેન્ટ કંપની છે.
આ પણ વાંચોઃ સાવધાનઃ સાયબર હેકર્સે OTP વિના જ બેન્ક બેલેન્સ ખાલી કરવા લાગ્યા
આકાશના સંસ્થાપક શેરધારક બની જશે
આ સોદા (Byju’s Aakash deal) બાદ બ્લેકસ્ટોન ગ્રૂપ અને આકાશના સંસ્થાપક 13 અબજ ડોલરની વેલ્યુવાળા બાયજૂસમાં પણ શેરધારક બની જશે. બાયજૂસ વેલ્યુના મામલે paytm બાદ બીજા નંબરની સ્ટાર્ટઅપ કંપની છે. પેટીએમની વેલ્યુ 16 અબજ ડોલર છે. પરંતુ હવે એવું લાગે છે કે બાયજૂસ તેને પાછળ છોડી દેશે.
સોદા અંગે આકાશ (AESL)ના એમડી આકાશ ચૌધરીએ કહ્યું કે
“આ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સૌથી મોટું મર્જર છે. આ વિલિનિકરણ બાદ બાયજૂસ આકાશના વિકાસ માટે વધુ રોકાણ કરશે.”
જ્યારે બાયજૂસના સંસ્થાપક અને સીઇઓ બાયજૂ રવિચંદ્રને કહ્યું કે
“ભવિષ્યમાં હાઇબ્રિડ શિક્ષણ પર ભાર મૂકાશે. આ ભાગીદારી ઓફલાઇન અને ઓનલાઇન અભ્યાસ માટે સૌથી સારી પદ્ધતિ રજૂ કરશે.”
બાયજૂસ અત્યાર સુધી મેરી મિકર, યુરી મિલનર, ટેનસેટ, સિકોઇયા કેપિટલ, ટાઇગર ગ્લોબલ અને અન્ય રોકાણકારો પાસેથી બે અજબ ડોલર એકત્રિત કરી લીધા છે. હજુ પણ બાયજૂસ વધારાના 60થી 70 કરોડ ડોલર મેળવવા માટે વાતચીત કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. Byju’s Aakash deal