Gujarat Exclusive > The Exclusive > કોંગ્રેસી ધારાસભ્યોએ આપેલ રાજીનામાવાળી 8 સીટો પર પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરે

કોંગ્રેસી ધારાસભ્યોએ આપેલ રાજીનામાવાળી 8 સીટો પર પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરે

0
334

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર 3જી નવેમ્બરે પેટાચૂંટણી યોજાવવાનું ચૂંટણી કમિશ્નર તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં ચૂંટણીના લીધે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા, જે કારણે ફરીથી આ ખાલી બેઠકો પર ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવામાં આવશે.

ગુજરાતથી રાજ્યસભા ચૂંટણીના કારણે કોંગ્રેસી ઉમેદવારો જે આઠ સીટ પર રાજીનામા મૂક્યા હતા, તેના પર આ ચૂંટણી યોજવામાં આવશે. અબડાસા, લીંબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા અને ધારીની બેઠકો આ પેટાચૂંટણીમાં સામેલ છે.

ઉલ્લેખનીય છે કે કપરાડા બેઠકથી જીતુ ચૌધરી, ડાંગથી મંગલ ગાવિત, લીંબડીથી સોમા પટેલ, ગઢડાથી પ્રવીણ મારુ, ધારીથી જેવી કાકડિયા, મોરબીથી બ્રિજેશ મેરજા, કપરાડાથી અક્ષય પટેલ અને અબડાસાથી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામા આપ્યા હતા, જેથી આ બેઠકો ખાલી પડી હતી, જેના પર પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવામાં આવશે અને દસમી નવેમ્બરે પરિણામ આવશે.