Gujarat Exclusive > દેશ-વિદેશ > એર ઇન્ડિયાની સરકારને બાય-બાય, હવે નવો મહારાજા હશે ટાટા; 70 વર્ષ પછી ઘર વાપસી

એર ઇન્ડિયાની સરકારને બાય-બાય, હવે નવો મહારાજા હશે ટાટા; 70 વર્ષ પછી ઘર વાપસી

0
50

નવી દિલ્હી: એર ઇન્ડિયાની 70 વર્ષ બાદ ઘર વાપસી થઇ રહી છે. ટાટા સન્સે સૌથી ઉંચી બોલી લગાવીને એર ઇન્ડિયાને ખરીદી લીધી છે. હવે જલ્દી કંપનીના અધિગ્રહણની પ્રક્રિયા શરૂ થશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ટાટા સંસે સૌથી વધુ કિંમત લગાવીને બોલી જીતી લીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મંત્રીઓની એક પેનલે એરલાઇનના અધિગ્રહણના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો છે. આવનારા દિવસોમાં એક ઓફિશિયલ જાહેરાતની આશા છે. રિપોર્ટ અનુસાર સરકાર તેની જાહેરાત કરી શકે છે. ડિસેમ્બર સુધી ટાટાને એર ઇન્ડિયાનો માલિકીનો હક મળી શકે છે.

જોકે, હજુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેની પૃષ્ટી કરી નથી. જો આવુ થાય છે તો દેવામાં ડુબેલી સાર્વજનિક ક્ષેત્રની એરલાઇન એર ઇન્ડિયા ફરી એક વખત ટાટા ગ્રુપના હાથમાં જતી રહેશે. એર ઇન્ડિયા માટે બોલી લગાવવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર હતી. આ એરલાઇન માટે બોલી લગાવનારી કંપનીઓમાં ટાટા સંસ પણ સામેલ હતી.

1932માં થઇ હતી એરલાઇનની શરૂઆત

તમને જણાવી દઇએ કે જેઆરડી ટાટાએ 1932માં ટાટા એર સર્વિસેજ શરૂ કરી હતી, જે બાદમાં ટાટા એરલાઇન્સ થઇ અને 29 જુલાઇ 1946માં આ પબ્લિક લિમિટેડ કંપની થઇ ગઇ હતી. 1953માં સરકારે ટાટા એરલાઇન્સનું અધિગ્રહણ કરી લીધુ અને આ સરકારી કંપની બની ગઇ. હવે ફરી એક વખત ટાટા ગ્રુપની ટાટા સંસે આ એરલાઇનમાં રસ દાખવ્યો છે. આ વાતની પૃષ્ટી થઇ જાય છે કે ટાટાએ બોલી જીતી લીધી તો આશરે 70 વર્ષ બાદ ફરી એક વખત એર ઇન્ડિયા ટાટા ગ્રુપ પાસે આવી જશે. ટાટા સંસની ગ્રુપમાં 66 ટકા ભાગીદારી છે અને આ ટાટા જૂથની મુખ્ય સ્ટેકહોલ્ડર છે.

આ પણ વાંચો: આખા શહેરને બંધક બનાવી રાખ્યુ છે, હવે અંદર ઘુસવા માંગો છો; ખેડૂતો પર સુપ્રીમ કોર્ટ

વેચાઇ રહી છે ભાગીદારી

કેન્દ્ર સરકાર સરકારી સ્વામિત્વ ધરાવતી એરલાઇનમાં પોતાની 100 ટકા ભાગીદારી વેચવા માંગે છે, જેમાં એઆઇ એક્સપ્રેસ લિમિટેડમાં એર ઇન્ડિયાની 100 ટકા ભાગીદારી અને એર ઇન્ડિયા એસએટીએસ એરપોર્ટ સર્વિસેજ પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા ભાગીદારી સામેલ છે. વિમાન કંપની વર્ષ 2007માં ઘરેલુ ઓપરેટર ઇન્ડિયન એરલાઇન્સ સાથે વિલય બાદથી નુકસાનમાં છે. વર્ષ 2017થી જ સરકાર એર ઇન્ડિયાના રોકાણનો પ્રયાસ કરી રહી છે, ત્યારે કેટલાક પ્રયાસ સફળ થઇ શક્યા નહતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat