Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મતદાર નહીં માલિક બનો, હિન્દુસ્તાનમાં પરિવર્તન લાવો : Shankarsinh Vaghela

મતદાર નહીં માલિક બનો, હિન્દુસ્તાનમાં પરિવર્તન લાવો : Shankarsinh Vaghela

0
138
  • મતદારની તાકાત તેના મતમાં રહેલી છે, તેનો ઉપયોગ કરી ક્રાંતિ લાવોઃબાપુ
  • વિજયાદશમીએ પૂર્વ CM Shankarsinh Vaghelaની પ્રજાને શુભેચ્છા

અમદાવાદ: ગુજરાતની યોજાનારી 8 બેઠકોની પેટા ચૂંટણી પહેલાં પૂર્વ સીએમ Shankarsinh Vaghelaએ મતદારોને માલિક બની ભારતમાં પરિવર્તન લાવવાની અપીલ કરી છે. પેટા ચૂંટણીઓ માટે જોરશોરથી રાજકીય પક્ષો દ્રારા પ્રચાર અને પ્રસાર કાર્ય ચાલી રહ્યું છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ( Shankarsinh Vaghela)એ આજના વિજયાદશમીના દિવસેપ્રજાને શુભકામના પાઠવી હતી.

અસુરોનો નાસ કરવા બાપુની પ્રજાને હાકલ

શંકરસિંહે જણાવ્યું કે, આજના વિજયાદશમીના પાવન પર્વ પર સમય છે પ્રજાએ તેમની શક્તિ ઓળખી અસુરોનો નાશ કરવાનો, જન પ્રતિનિધિઓ પ્રજાના માલિક બની મનમાની ચલાવી રહ્યાં છે ત્યારે પ્રજાએ એક થઇને તેમની શક્તિ પ્રદર્શીત કરવી પડશે. મતદારની તાકાત તેના મતમાં રહેલી છે. ત્યારે તેનો ઉપયોગ કરી ક્રાંતિ લાવો.

આ પણ વાંચોઃ પેટાચૂંટણી: સ્મૃતિ ઈરાની ગુજરાતમાં ગરજ્યા, કોંગ્રેસને ગણાવી ડુબતી નાવ

Shankarsinh Vaghela કહ્યું કે તમારા ઉપર કોઇ અસુરો સવાર થયા હોય તો તેનો નાશ કરવાનો આજે યોગ્ય દિવસ છે. કમસે કમ આજે નિર્ણય કરો. કાલે ઇલેકશન આવશે. 22 પહેલાં તમારું મન મક્કમ બનાવો, તમે માનસિક અને શારીરીક રીતે તૈયાર થવાનું છે.

અમે પોતે અમારા માલિક છે. બાપુ તો માધ્યમ છેઃ Shankarsinh Vaghela

પ્રજા અમારી છે. પ્રજા શક્તિ અમારી છે. અમે પોતે અમારા માલિક છે. બાપુ તો માધ્યમ છે. આ માધ્યમ દ્વારા ગુજરાતમાં એક નવું પરિવર્તન , નવી ક્રાન્તિ લાવીએ, જે દુનિયા કે હિન્દ્સ્તાનમાં નથી થઇ તે કરી બતાવીએ. Shankarsinh Vaghelaએ 12 મહિનામાં કરી બતાવી છે. પ્રજા શું કહેવાય?

વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે ખાલી મતદાન જ નહીં તમે માલિક છો. અમે પ્રતિનિધિ છીએ. પણ માલિક અમે બનીએ છીએ. સાચા માલિક તમે છો, મતદાન પુરતાં માલિક ના બનો, કાયમી માટે માલિક બનો. માલિક બનવા માટે આ વિજયા દશમીના દિવસે મારી આપને શુભકામનાઓ છે.

Shankarsinh Vaghelaએ જનસંઘની કારકિર્દી શરુ કરી હતી

 ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ( Shankarsinh Vaghela) એ જનસંઘથી પોતાની રાજકીય કારર્કિદી શરૂ કરી હતી. ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા. ત્યારપછી રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરીને અલગ ચોકો રચ્યો હતો. અને ગુજરાતમાં કોંગ્રેસના સહયોગથી સરકારની રચના કરી હતી.

આ પણ વાંચોઃ જાણો મોદીના હનુમાન કેવી રીતે બન્યા દેશના હિંમતવાન ગૃહપ્રધાન

ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. અને ઘણાં વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્ હતા. ત્યારે કોંગ્રેસમાં પણ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તથા વિરોધ પક્ષના નેતા તરીકે કામગીરી કરી હતી. થોડાં સમય પહેલાં કોંગ્રેસમાંથી વિદાય લઇને તેમણે પ્રજા શક્તિ મોરચાની રચના કરી છે.