નવી દિલ્હી: ચૂંટણી પંચે 6 રાજ્યની 7 વિધાનસભા બેઠકો પર યોજાનાર પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચ તરફથી જાહેર યાદી અનુસાર, આ તમામ બેઠકો પર 3 નવેમ્બરે મતદાન યોજાશે. પરિણામની જાહેરાત 6 નવેમ્બરે કરવામાં આવશે, જે 7 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં બિહારની 2 અને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, તેલંગાણા, ઓરિસ્સાની એક-એક બેઠક સામેલ છે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે બિહારની મોકામા અને ગોપાલગંજ, મહારાષ્ટ્રની અંધેરી ઇસ્ટ, હરિયાણાની આદમપુર, તેલંગાણાની મનુગોડ, ઉત્તર પ્રદેશની ગોલા ગોકરણનાથ અને ઓરિસ્સાની ધામનગર બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.
ચૂંટણીનો કાર્યક્રમ:
નોટિફિકેશન જાહેર થવાની તારીખ- 7 ઓક્ટોબર, 2022
નોમિનેશનની અંતિમ તારીખ- 14 ઓક્ટોબર, 2022
નોમિનેશનની તપાસ- 15 ઓક્ટોબર, 2022
નોમિનેશન પરત લેવાની અંતિમ તારીખ-17 ઓક્ટોબર, 2022
મતદાન- 3 નવેમ્બર, 2022
મતગણના- 6 નવેમ્બર, 2022
ચૂંટણી પૂર્ણ કરાવવાની અંતિમ તારીખ- 8 નવેમ્બર, 2022
કેમ ખાલી થઇ આ બેઠકો?
બિહારની ગોપાલગંજ બેઠક ભાજપના નેતા સુભાષ સિંહના નિધન બાદ ખાલી થઇ છે. મોકામા વિધાનસભા બેઠક પરથી રાજદના અનંત સિંહ ચૂંટણી જીત્યા હતા. ઘરમાં AK-47 રાખવાના આરોપમાં તેમણે આરોપી ગણવામાં આવ્યા હતા અને તેમની સભ્યતા રદ કરી દેવામાં આવી હતી. હવે આ બેઠક ખાલી પડી છે. યૂપીના લખીમપુર ખીરી જિલ્લાની ગોલા ગોકર્ણ નાથ સીટ ધારાસભ્ય અરવિંદ ગિરિના નિધનથી ખાલી પડી છે.
જો હરિયાણાની વાત કરવામાં આવે તો અહીની આદમપુર વિધાનસભા બેઠક કોંગ્રેસ નેતા કુલદીપ બિશ્નોઇના રાજીનામા બાદ ખાલી થઇ છે. બિશ્નોઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. મહારાષ્ટ્રની અંધેરી ઇસ્ટ વિધાનસભા બેઠક શિવસેનાના રમેશ લટકે જીત્યા હતા પરંતુ તેમનું નિધન થયા બાદ આ બેઠક ખાલી પડી છે.
Advertisement