રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે અધિકૃત રીતે રુ.2000ની નોટને લઈને આર્થિક હેતુ પૂર્ણ થયાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 2000ની નોટ લિગલ ટેન્ડર તરીકે યથાવત રહેશે. નવી નોટો હવે ચલણમાં નહીં આવે.
Advertisement
Advertisement
તેમણે અનુરોધ કર્યો હતો કે ક્યાંય અરાજક્તા ફેલાય નહીં. દરેકને ચાર મહિનાનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. આટલા સમયમાં કોઈપણ વ્યક્તિ ખૂબ જ શાંતિથી 2000ની નોટો બેંકમાં જઈને વટાવી શકશે.
2000ની નોટની જાહેરાત સાથે નોટબંધીનો જે હેતુ હતો તે પૂર્ણ થઈ ગયો છે. લોકોની સરળતા માટે તમામ ખ્યાલ રાખવામાં આવ્યો છે. 2000ની નોટને બદલાવવાની પ્રક્રિયામાં કોઈપણ બેંકમાં જઈને કોઈપણ પ્રકારના દસ્તાવેજ વગર વ્યક્તિ નોટ બદલાવી શકે છે અને તેના માટે ચાર મહિનાનો પૂરતો સમય છે. માટે આના માટે ઉતાવળ કરીને લાંબી લાઈનો કરવાની કે ઉતાવળા થવાની જરૂર નથી.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની ઉપરોક્ત પ્રતિક્રિયા નોટબંધી પછીની અધિકૃત પ્રતિક્રિયા હતી.
જો કે છેલ્લા ત્રણ દિવસથી આર્થિક વ્યવહારો સામાન્ય જણાઈ રહ્યા છે. સામાન્ય લોકોમાં 2000ની નોટને પાછી ખેંચાતા તેમાં કોઈ વિશેષ અસર જોઈ શકાય નથી.
Advertisement