હજુ તો બે હજારની નોટ પાછી ખેંચાવાના સમાચારની સહી પણ સુકાઈ નથી ત્યાં દિલ્હી હાઈકોર્ટમાં નોટ બદલવવાના નિયમ અંગે જાહેર હિતની અરજી ફાઈલ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરતાં કહ્યું છે કે કોઈપણ ઓળખના પુરાવા વગર 2000 રૂપિયાની નોટ જમા કરાવવાનો અથવા અન્ય નોટો બદલવાનો આદેશ મનસ્વી અને ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. અરજીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને માર્ગદર્શન આપવાની માંગણી કરવામાં આવી છે કે રૂ. 2,000ની નોટો માત્ર સંબંધિત બેંક ખાતામાં જ જમા કરાવવામાં આવે જેથી કોઈ અન્ય બેંક ખાતામાં પૈસા જમા કરાવી શકયા નહીં. ઉપાધ્યાયનું માનવું છે કે આમ કરવાથી આવક કરતાં વધુ સંપત્તિ ધરાવતા લોકોની સરળતાથી ઓળખ કરી શકાશે અને આમ કરવાથી ખોટા લોકોને સરળતાથી રસ્તો મળી જશે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાથી ભ્રષ્ટાચાર, બેનામી વ્યવહારોને ખતમ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આ પગલું નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે કેન્દ્રને કાળાંનાણાં અને આવક કરતાં વધુ સંપત્તિ ધરાવતા લોકો સામે યોગ્ય પગલાં ભરવામાં મદદ મળી શકશે.આ અરજીમાં સરકાર અને આરબીઆઈને યોગ્ય માર્ગદર્શન કરવા માટેની માંગણી કરવામાં આવી છે.
Advertisement