ગો-ફર્સ્ટ એરલાઇન્સની મુસીબતોનો અંત આવતો હોય તેવું દૂર-દૂર સુધી લાગી રહ્યું નથી. એન્જિન સપ્લાયર પ્રેટ એન્ડ વ્હિટની દ્વારા એન્જિનની ડિલિવરી ન કરવાને કારણે એરલાઈને 9 મે સુધી તેની ફ્લાઈટ્સ રદ કરવી પડી છે.
અગાઉ કંપનીએ માત્ર ત્રણ દિવસ માટે ફ્લાઈટનું સંચાલન બંધ કર્યું હતું. જોકે નાણાકીય કટોકટીનો ઉકેલ ન આવવાના કારણે ગો ફર્સ્ટની મુશ્કેલીઓ વધી છે.
આ સાથે ગો ફર્સ્ટએ 15 મે સુધી ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને કહ્યું છે કે તે વર્તમાન બુકિંગની તારીખોમાં વધુ ફેરફાર કરવાનું વિચારી રહી છે.
ડીજીસીએએ અગાઉ 3થી 5 મે સુધીની ફ્લાઈટ્સ રદ કરવા માટે એરલાઈનને કારણ દર્શાવવાની નોટિસ જારી કરી હતી. આ નોટિસનો જવાબ મળ્યા પછી DGCA એ કહ્યું કે તે ગો ફર્સ્ટ દ્વારા અચાનક કામગીરી સ્થગિત કર્યા બાદ મુસાફરોને થતી અસુવિધાને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે.
Advertisement