Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > BSE સેન્સેક્સ 431 પોઇન્ટ ઉચકાયો, નિફ્ટી 13,000ની સપાટીની નજીક

BSE સેન્સેક્સ 431 પોઇન્ટ ઉચકાયો, નિફ્ટી 13,000ની સપાટીની નજીક

0
57

બીએસઇ સેન્સેક્સ 431.65 પોઇન્ટ 44,259.74 પર બંધ અને નિફ્ટી 128.60 પોઇન્ટ વધી 12,987 પર બંધ

મુંબઈઃ અગાઉના દિવસની વેચવાલીને બાજુએ મૂકીને બજાર 26મી(Business news Sensex Rise)નવેમ્બરના રોજ ફરીથી ઊચકાયું હતું. બીએસઇ સેન્સેક્સ 431.65 પોઇન્ટ કે 0.98 ટકા વધીને 44,259.74 પર બંધ આવવામાં એટલે કે 44,000 પર બંધ આવવામાં સફળ રહ્યો હતો.

જ્યારે નિફ્ટીએ નવેમ્બરની એફ એન્ડ ઓ સિરીઝનો(Business news Sensex Rise) અંત લગભગ 13,000ની સપાટીની નજીક આણ્યો હતો. નિફ્ટી 128.60 પોઇન્ટ કે એક ટકા વધીને 12,987 પોઇન્ટ પર બંધ આવ્યો હતો.

આ પણ વાંચોઃ ભારતીય અર્થતંત્રમાં અપેક્ષા કરતાં વધારે સારી રિકવરીઃ શક્તિકાંતા દાસ

નિફ્ટી માટે 12,800ની સપાટી ઘણી મહત્ત્વની સપાટી(Business news Sensex Rise) નીવડી છે. નિફ્ટી ત્યાંથી મોટાભાગે વધીને 12,900 પર બંધ આવ્યો છે. જો નિફ્ટી 13,050 વટાવે તો આપણે 13,200ની સપાટી જોઈ શકીએ. હવે જો નિફ્ટી 12,800ની સપાટી તોડે નહીં તો ાપણે ઘટાડાનો ઉપયોગ વધારે મજબૂત રેલી માટે ખરીદી કરવા કરી શકીએ છીએ.

સેક્ટરોમાં જોઈએ તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લગભગ ચાર ટકા(Business news Sensex Rise) વધ્યો હતો, જ્યારે ફાર્મા અને બેન્ક ભાવાંક એક-એક ટકા વધ્યા હતા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લગભગ ચાર ટકા વધ્યો હતો, જ્યારે ફાર્મા અને બેન્ક ભાવાંક એક ટકાથી વધુ વધ્યા હતા.

આ પણ વાંચોઃ લક્ષ્મી વિલાસ બેન્કનું DBILમાં વિલય, NIIFમાં 6 હજાર કરોડ રૂપિયા રોકાણને ને કેબિનેટની મંજૂરી

બ્રોડર માર્કેટ્સે બેન્ચમાર્ક્સની લાઇન મુજબ દેખાવ કર્યો હતો, જ્યારે બીએસઇ મિડકેપમાં એક ટકાનો ઉમેરો થયો હતો અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.7 ટકા વધ્યો હતો.

નિફ્ટીમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, હિંદાલ્કો અને શ્રી સિમેન્ટ્સ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે આઇશર મોટર્સ, બીપીસીએલ, મારુતિ સુઝુકી, ઓએનજીસી અને એચડીએફસી લાઇફ સૌથી વધુ ઘટ્યા હતા.

બીએસઇના ઓઇલ-ગેસ ઇન્ડેક્સને બાદ કરતાં બાકીના બધા ઇન્ડેક્સ(Business news Sensex Rise) વધ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝિસ, ફેડરલ બેન્ક અને નાલ્કોમાં 100 ટકાથી વધુ વોલ્યુમ જોવા મળ્યું હતું. એસબીઆઇ લાઇફ, એચયુએલ અને બાટા ઇન્ડિયામાં લોંગ બિલ્ડઅપ જોવા મળ્યો હતો, જ્યારે એચડીએફસી લાઇફ, આઇજીએલ અને ટેક મહિન્દ્રામાં શોર્ટ બિલ્ડ અપ જોવા મળ્યો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9