Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મંદીવાળાના જાપ્તામાંથી છૂટતું બજાર, હવે તેજીવાળાઓની પક્કડ

મંદીવાળાના જાપ્તામાંથી છૂટતું બજાર, હવે તેજીવાળાઓની પક્કડ

0
51

S&P BSE સેન્સેક્સ 282 પોઇન્ટ વધીને 43,882, નિફ્ટી 87 પોઇન્ટ વધીને 12,859 પોઇન્ટ 

અમદાવાદઃ દલાલ સ્ટ્રીટના અગાઉના ટ્રેડિંગ સત્રમાં મંદીવાળાઓનો (Business news Sensex rise) હાથ ઉપર રહ્યો હતો તો આજે તેજીવાળાઓએ પક્કડ જમાવી હતી. તેના લીધે S&P BSE સેન્સેક્સ 282 પોઇન્ટ વધીને 43,882 પોઇન્ટ પર બંધ આવ્યો હતો અને નિફ્ટી 87 પોઇન્ટ વધીને 12,859 પોઇન્ટ પર બંધ આવ્યો હતો.

બેન્કિંગ સેક્ટરની આગેવાની હેઠળ જોવાઈ તેજી

સેક્ટોરલી જોઈએ તો ટેલિકોમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરમાં વધારે સક્રિયતા જોવા મળી હતી, જ્યારે એનર્જી સેક્ટરમાં વેચવાલીનું થોડું દબાણ દેખાતું હતું.

બ્રોડર માર્કેટના સંદર્ભમાં જોઈએ તો S&P BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 0.7 ટકા (Business news Sensex rise)વધ્યો હતો. આમ સપ્તાહ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકા વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ રિલાયન્સ રિટેલે 10.09 ટકા હિસ્સો વેચી 47,265 કરોડ મેળવ્યા

સેક્ટોરલ મોરચે જોઈએ તો નિફ્ટી બેન્ક બે ટકાથી વધુ વધ્યો હતો, જ્યારે (Business news Sensex rise)નિફ્ટી ઓટો ચાર ટકા વધ્યો હતો અને મિડકેપ ઇન્ડેક્સ 20મી નવેમ્બરના રોજ ત્રણ ટકા વધ્યો હતો.

બજારની ભાવિ ચાલ વિશ્વસ્તરે કોરોનાના કેસોની સંખ્યા નક્કી કરશે

બજારે તેની ટેકારૂપ સપાટી ફરીથી પરત મેળવી છે, પરંતુ વિશ્લેષકોએ (Business news Sensex rise)ચેતવણી આપતા જણાવ્યું છે કે બજારનો ભાવિ માર્ગ વિશ્વસ્તરે કોરોનાના કેસોની સંખ્યા અને યુએસ ફિસ્કલ સ્ટિમ્યુલસ પેકેજ પરના સમાચાર નક્કી કરશે.

બજારે પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં મોટાપાયા પર વોલેટિલિટી દર્શાવી હતી, તેના પછી બજારમાં બેન્કિંગ સેક્ટરની આગેવાની હેઠળ નોંધપાત્ર રિકવરી દેખાઈ હતી. બેન્કિંગ ઇન્ડાઇસીસે એનપીએની ચિંતા છતાં પણ પ્રિ-કોવિડના સ્તર તરફ કૂચ કરી હતી.

આ પણ વાંચોઃ BPCLને ખરીદવા માટે વેદાંતા અને 2 વિદેશી કંપનીઓએ કરી અરજી

વૈશ્વિક બજારો કોવિડના કેસોની સંખ્યામાં વધારો થવાની સાથે સાવધાનીપૂર્વક (Business news Sensex rise)વધ્યા હતા. અમેરિકન ફિસ્કલ સ્ટિમ્યુલસ અંગે સામ-સામા વ્યૂ મળી રહ્યા છે. બજારના મોમેન્ટમનો આધાર રસીના વિતરણના મોરચે કેટલી અસરકારક રીતે પ્રગતિ સધાય છે તેના પર છે, આ બાબત આર્થિક નવસંચાર માટે અત્યંત મહત્ત્વનું છે.

નિફ્ટીમાં વધનારા અને ઘટનારા

નિફ્ટીમાં સૌથી વધુ વધનારા શેરોમાં ગેઇલ ઇન્ડિયા, ટાઇટન કંપની, બજાજ ફિનસર્વનો (Business news Sensex rise)સમાવેશ થાય છે, જ્યારે ઇન્ડ્સઇન્ડ બેન્ક, અદાણી પોર્ટ અને રિલાયન્સ નિફ્ટીના ટોચના ઘટનારા શેરો હતા. સેક્ટોરલી જોઈએ તો S&P BSE ટેલિકોમ ઇન્ડેક્સ 4.7 ટકા વધ્યો હતો, જ્યારે S&P BSE કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ 2.7 ટકા વધ્યો હતો અને S&P BSE પાવર ઇન્ડેક્સ 1.8 ટકાની વૃદ્ધિ સાથે બંધ આવ્યો હતો.

બીએસઇમાં 100 શેરોએ બાવન સપ્તાહની ઊંચી (Business news Sensex rise)સપાટી બનાવી હતી. તેમા એમઆરએફ, ગ્લાન્ડ ફાર્મા, ઇન્ફો એજ, કોટક બેન્ક, ઇન્ટરગ્લોબ એવિયેશન, સુપ્રીમ ઇન્ડસ્ટ્રી અને ટાઇટન ફાર્માનો સમાવેશ થાય છે. જિંદાલ સ્ટીલ, ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટમાં 100 ટકાથી વધુ વોલ્યુમ જોવા મલ્યું હતું. જિંદાલ સ્ટીલ, બજાજ ફિનસર્વ અને ટાટા સ્ટીલ જેવા શેરોમાં 100 ટકાથી વધારે લોંગ બિલ્ડઅપ જોવા મળ્યું છે, જ્યારે અદાણી પોર્ટ, ટાટા પાવર અને આઇસીઆઇસીઆઇ બેન્કમાં શોર્ટ પોઝિશન બિલ્ડ અપ થયેલી જોવા મળી છે.