Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > D-સ્ટ્રીટમાં ચાર દિવસની તેજીને વિરામ, નફાકીય વેચવાલીથી સેન્સેક્સ ઘટ્યો

D-સ્ટ્રીટમાં ચાર દિવસની તેજીને વિરામ, નફાકીય વેચવાલીથી સેન્સેક્સ ઘટ્યો

0
57

બીએસઇ સેન્સેક્સ 580.09 પોઇન્ટ ઘટીને 43,599.96 અને નિફ્ટી 166.60 પોઇન્ટ ઘટીને 12,771.70

અમદાવાદઃ દલાલ સ્ટ્રીટમાં ચાર દિવસની તેજી પછી નફાકીય વેચવાલીના લીધે (Business news Sensex down) તેજીને વિરામ લાગ્યો છે. બીએસઇ સેન્સેક્સ 580.09 પોઇન્ટ ઘટીને 43,599.96 પોઇન્ટ થયો હતો અને નિફ્ટી 166.60 પોઇન્ટ કે 1.29 ટકા ઘટીને 12,771.70 પોઇન્ટ થયો હતો.

વિશ્વસ્તરે વાઇરસના વધી રહેલા ચેપના લીધે વધારાના પ્રતિબંધો (Business news Sensex down)લાદવાના ડરે અને તેની વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિ પર અસર પડવાના ડરે વૈશ્વિક બજારનું માનસ નકારાત્મક થયું હતું. વેક્સિન ડેવલપમેન્ટ આગોતરા તબક્કામાં હોવાનો આશાવાદ હોવા છતાં પણ આ સ્થિતિ જોવા મળી હતી. ભારતીય બજારોમાં પણ આ પ્રસંગે તાજેતરની ઊંચી સપાટીએ નફાકીય વેચવાલી જોવા મળી હતી, કારણ કે રોકાણકારો સાવધ થયા હતા.

ગુરુવારના દિવસે ફાઇનાન્સિયલ સેક્ટરે ઘટાડો (Business news Sensex down)નોંધાવ્યો હતો, જ્યારે એફએમસીજી અને ફાર્મા જેવા ડિફેન્સિવ સેક્ટરોએ સારો દેખાવ કર્યો હતો. ઓટો વેચાણના આંકડામાં હકારાત્મકતા જારી છે અને તે આર્થિક નવસંચારનો સારો સંકેત હોઈ શકે છે. જો કે ભારતના કેટલાક હિસ્સામાં વાઇરસનો ફેલાવો વધતા આ રિકવરી પર અમુક અંશે અસર પડી શકે છે. બજારોમાં આગામી સમયમાં થોડી અસ્થિરતા જોવા મળી શકે છે અને તેથી રોકાણકારોને સાવધ રહેવાની સલાહ છે.

આ પણ વાંચોઃ BPCLને ખરીદવા માટે વેદાંતા અને 2 વિદેશી કંપનીઓએ કરી અરજી

સેક્ટરોમાં જોઈએ તો નિફ્ટી બેન્ક અને નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડાઇસીસ (Business news Sensex down) ત્રણ-ત્રણ ટકા ઘટ્યા હતા. નિફ્ટી ઇન્ફ્રા અને આઇટી ઇન્ડાઇસીસ એક-એક ટકા ઘટ્યા હતા. જ્યારે નિફ્ટી એફએમસીજી અને એનર્જી ઇન્ડાઇસીસ વધ્યા હતા.

બ્રોડર માર્કેટ્સે મુખ્ય સૂચકાંકો કરતાં સારી કામગીરી બજાવી છે, જ્યારે બીએસઇ મિડકેપ 0.65 ટકા ઘટ્યો હતો અને સ્મોલકેપ ઇન્ડેક્સ સ્થિર બંધ આવ્યો હતો.

નિફ્ટીમાં પાવર ગ્રિડ કોર્પોરેશન, આઇટીસી, એનટીપીસી, ટાટા સ્ટીલ અને ટાઇટન કંપની સૌથી વધનારા શેર હતા, જ્યારે એસબીઆઇ, કોલ ઇન્ડિયા, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને જેએસડબલ્યુ સ્ટીલ સૌથી વધુ ઘટનારા શેર હતા.

આ પણ વાંચોઃ તમારી દીકરી માટે ખોલાવો આ ખાતું, મોટી થઈને કહેશે Thank You Papa!

સેક્ટોરલી જોઈએ તો બીએસઇ બેન્ક ઇન્ડેક્સ લગભગ ત્રણ ટકા (Business news Sensex down)ઘટ્યો છે, જ્યારે બીએસઇ મેટલ અને રિયલ્ટી ઇન્ડાઇસીસ એક ટકાથી વધુ ઘટ્યા છે. બીજી બાજુએ જોઈએ તો એફએમસીજી અને પાવર સેક્ટરમાં થોડી ખરીદી જોવાઈ હતી. એલઆઇસી હાઉસિંગ, જિંદાલ સ્ટીલ અને ટાટા કેમિકલ્સમાં 100 ટકાથી વધારે વોલ્યુમ જોવાયું હતું.

ટાટા કેમિકલ્સ, બજાજ ફિનસર્વ અને એમઆરએફમાં લોંગ બિલ્ડ અપ જોવાઈ છે, જ્યારે એલઆઇસી હાઉસિંગ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ અને ડીએલએફમાં શોર્ટ બિલ્ડ અપ જોવાઈ હતી. બીએસઇમાં 100થી વધુ શેરોએ તેમની બાવન સપ્તાહની નવી સપાટી બનાવી હતી, તેમા ટાટા સ્ટીલ, એસ્કોર્ટ્સ અને હિંદાલ્કોનો સમાવેશ થાય છે.