Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > હકારાત્મક વૈશ્વિક ટ્રેન્ડના પગલે સોનામાં સામાન્ય વધારો, ચાંદી ઘટી

હકારાત્મક વૈશ્વિક ટ્રેન્ડના પગલે સોનામાં સામાન્ય વધારો, ચાંદી ઘટી

0
115

નવી દિલ્હીઃ હકારાત્મક વૈશ્વિક ટ્રેન્ડના લીધે દિલ્હીના સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 37 રૂપિયા વધીને પ્રતિ દસ ગ્રામે 51,389 રૂપિયા થયો હતો. જ્યારે ચાંદી પ્રતિ કિલો 915 ઘટીને 61,423 થયો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 62,338 થયો હતો.

અગ્રણી વિશ્લેષકે જણાવ્યું હતું કે દિલ્હીના હાજર બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ સામાન્ય વધ્યો હતો. રૂપિયો 63 પૈસા વધ્યો હતો અને તે ડોલર સામે 73.13 થયો હતો. સ્થાનિક ઇક્વિટી બજારમાં હકારાત્મક વલણ અને રોકાણકારોમાં તેજીના માનસના લીધે સ્થિતિ સારી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1,895 ડોલર થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 23.60 ડોલર થયો હતો. ગુરુવારે અમેરિકાના સ્ટિમ્યુલસની અનિશ્ચિતતાના લીધે અને ડોલરમાં અસ્થિરતાના લીધે સોનાના ભાવ ઉચકાયા હતા.

આ પણ વાંચોઃ IT અને GST Return ભરવાની મુદત લંબાવાઇ, જાણો ક્યાં સુધી આપી રાહત

મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 50,413 પર સ્થિર હતો. હકારાત્મક વૈશ્વિક સંકેતોના લીધે રૂપિયો વધ્યો હતો. કીમતી ધાતુએ સ્થાનિક બજારમાં 567 કે 1.12 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.
મુંબઈમાં 24 કેરેટ ગ્રામ સોનાનો ભાવ 50,413, 22 ગ્રામ કેરેટ સોનાનો ભાવ 46,178 અને 18 ગ્રામ કેરેટ સોનાનો ભાવ 37,810 થયો હતો. ચાંદીનો ભાવ પ્રતિ કિલો 710 રૂપિયા ઘટીને 59264 થયો હતો.

વાયદા બજારમાં એમસીએક્સ પર સોનાનો ભાવ ઇન્ટ્રા-ડેમાં 50,450ની ટોચે સ્પર્શ્યો હતો અને નીચામાં તેણે 50,120ની સપાટી બનાવી હતી. ડિસેમ્બર સિરીઝમાં સોનાએ 48,384નું તળિયુ અને 56,379ની ટોચ બનાવી હતી.

અમેરિકન બજારમાં હાજર સોનાનો ભાવ 14.69 ડોલર વધીને 1,900.57 પર ટ્રેડ થતો હતો.

આ પણ વાંચોઃ IT અને GST Return ભરવાની મુદત લંબાવાઇ, જાણો ક્યાં સુધી આપી રાહત

અમદાવાદમાં સોનાનો ભાવ સામાન્ય ઘટ્યો હતો. ગઇકાલના 51,100-52,100થી ઘટીને 51,000થી 52,000 થયો હતો. આમ 99.9 સોનાના ભાવમાં 100 રૂપિયાનો સામાન્ય ઘટાડો થયો હતો. જ્યારે 99.5 સોનાનો ભાવ 50,800-51,800થી ઘટીને તેટલો થયો હતો. હોલમાર્ક સોનાનો ભાવ 50,960 થયો હતો. ચાંદી ચોરસાનો ભાવ 58,000થી 59,500 થયો હતો. ચાંદી રૂપુનો ભાવ 57,800થી 59,300 થયો હતો. જૂના સિક્કાનો ભાવ 575-775 થયો હતો.