કોલકત્તા: બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડા ‘બુલબુલ’ની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત નીપજ્યા છે. આ વાવાઝોડું આજ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. હાલ આ વાવાઝોડું પશ્ચિમ બંગાળમાં ડાયમંડ હાર્બર નજીક ટકરાયું છે. રાત્રે સાડા 8 વાગ્યા સુધી તે પશ્ચિમ બંગાળ સ્થિત સાગર આઈસલેન્ડથી અંદાજે 40 કિલોમીટર દૂર કેન્દ્રીત થવાની આશંકા છે. આ સ્થિતિ દીઘાથી 85 કિમી, કોલકત્તાથી 100 કિમી અને બાંગ્લાદેશની 210 કિમી દૂર છે.
હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે, બુલબુલથી રવિવારે પણ ઓડિશાના હળવા વરસાદ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આશંકા છે. અન્ય પૂર્વોત્તરના રાજ્યોમાં તેની અસર આગામી 36 કલાક સુધી જોવા મળવાની શક્યતા છે. ઓડિશાના કેન્દ્રપાડામાં એસ્બેસ્ટોસની શીટ પડવાથી ગણેશ્વર મલિક નામના એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે કોલકત્તામાં પણ વૃક્ષ ધરાશાયી થવાથી એક યુવકનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદની વકી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગના, ઈસ્ટ મેદિનીપુર, વેસ્ટ મેદિનીપુર, હાવડા, નાદિયા અને હુગલીમાં ભારે વરસાદ વિનાશ વેરી શકે છે. જ્યારે પૂર્વના અન્ય રાજ્યોની વાત કરીએ તો, દક્ષિણી અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં આગામી 36 કલાક સુધી વરસાદની શક્યતા છે. છેલ્લા કેટલાક કલાકોથી બંગાળની ખાડીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો કે વાવાઝોડું ધીમે-ધીમે શાંત પડી રહ્યું છે.
પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારમાં માછીમારોને બંગાળની ખાડીથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ધીમે-ધીમે આ વાવાઝોડુ બાંગ્લાદેશ તરફ જઈ રહ્યું છે. બાંગ્લાદેશમાં તેની અસર પહેલાથી જ શરૂ થઈ ચૂકી છે. બુલબુલના પગલે ભારતના અનેક એરપોર્ટ્સ અને ફ્લાઈટ્સોના ઓપરેશનને અસર થઈ છે.
‘બુલબુલ’ને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી છે.
PM Narendra Modi: Reviewed the situation in the wake of cyclone conditions & heavy rain in parts of Eastern India. Spoke to West Bengal CM Mamata Banerjee regarding the situation arising due to #CycloneBulbul. Assured all possible assistance from the Centre. pic.twitter.com/Z7o3xjILLd
— ANI (@ANI) November 10, 2019