ગૂગલ ક્રોમ (Google Chrome) એક પૉપ્યુલર સર્ચ પ્લેટફૉર્મ છે. ભારતમાં તમામ સ્માર્ટફોનમાં ખાસ કરીને ગૂગલ ક્રોમ બ્રાઉજર ઇનબિલ્ટ રહે છે પરંતુ હવે ગૂગલ ક્રોમ બ્રાઉજરના ઉપયોગને લઇને સાવચેત થવાની જરૂર છે. કેટલાક લોકો ગૂગલ બ્રાઉજરનો ઉપયોગ ના કરવાની સલાહ આપી રહ્યા છે. એક રિપોર્ટમાં ગૂગલ ક્રોમના ઉપયોગને લઇને મોટો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૂગલ ક્રોમ વર્ષ 2022નું સૌથી ખતરનાક બ્રાઉજર બનીને ઉભર્યુ છે.
Advertisement
Advertisement
ગૂગલ ક્રોમમાં મળી સૌથી વધુ ખામી
નવા રિપોર્ટ અનુસાર ગૂગલ ક્રોમમાં તાજેતરમાં આશરે 303 ખામી મળી છે, જે યૂઝર સેફ્ટી માટે ખતરનાક છે. વર્ષ 2022માં અત્યાર સુધી ગૂગલ ક્રોમમાં આશરે 3,159 ખામી મળી છે, જે ગૂગલ ક્રોમ બ્રાઉજરને સૌથી ખતરનાક વેબ બ્રાઉજિંગ પ્લેટફૉર્મ ગણાવે છે.
આ ખામીની થઇ ઓળખ
Atlas VPNના રિપોર્ટ અનુસાર આ આંકડા VulDB વલ્નબિલિટી ડેટાબેસ રિપોર્ટથી મળ્યા છે. જેના અનુસાર 1 જાન્યુઆરી 2022થી લઇને 5 ઓક્ટોબર 2022 સુધી ગૂગલ ક્રોમ બ્રાઉજરમાં આ રીતની ખામીની ઓળખ થઇ છે. ગૂગલ ક્રોમ બ્રાઉજર એક એવુ બ્રાઉજર છે, જેમાં ઓક્ટોબરના 5 દિવસમાં ખામીની ઓળખ થઇ છએ. જેમાં ones include CVE-2022-3318, CVE 2022-3314, CVE-2022-3311,CVE-2022-3309 અને CVE-2022-3307 સામેલ છે.
આ પણ વાંચો: Googleએ લૉન્ચ કરી પોતાની પ્રથમ સ્માર્ટવૉચ, જાણો શું છે ખાસ
ક્યા બ્રાઉજરમાં કેટલી ખામી મળી
Mozilla’s Firefox બ્રાઉજર સૌથી ખતરનાક બ્રાઉજરની યાદીમાં બીજા સ્થાન પર છે. જેમાં કુલ 117 ખામીની ઓળખ થઇ છે. તે પછી ત્રીજા નંબર પર Microsoft Edge આવે છે. જેમાં 103 ખામીની ઓળખ થઇ છે, જે વર્ષ 2021ના મુકાબલે 61 ટકા વધારે છે. જ્યારે ચોથા સ્થાન પર Safari છે, જેમાં સૌથી ઓછી ખામીની ઓળખ થઇ છે. Safari બ્રાઉજર ખાસ એપલ યૂઝર્સનું છે.
Advertisement