નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ સત્રના પહેલા દિવસે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. સર્વેમાં નાણાકીય વર્ષ 2023-24 માટે GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ વર્તમાન નાણાકીય વર્ષના સાત ટકા અને પાછલા નાણાકીય વર્ષ 2021-22ના 8.7 ટકાથી ઓછું છે. સર્વેમાં જણાવાયું છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે.
Advertisement
Advertisement
શું હોય છે આર્થિક સર્વેક્ષણ?
આર્થિક સર્વે એ નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ વાર્ષિક અહેવાલ છે. તે છેલ્લા એક વર્ષમાં દેશની આર્થિક પ્રગતિ અને કામગીરીનો હિસાબ છે. અર્થતંત્ર સંબંધિત તમામ મુખ્ય આંકડાઓ આર્થિક સર્વેમાં રજૂ કરવામાં આવ્યા છે.
આર્થિક સર્વેક્ષણમાં શું કહેવામાં આવ્યું?
આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ મહામારી બાદ ભારતીય અર્થવ્યવસ્થા અન્ય દેશોની સરખામણીમાં ઝડપથી સુધરી રહી છે. સ્થાનિક માંગમાં વધારો અને મૂડી રોકાણને કારણે આ શક્ય બન્યું છે.
જો કે, સર્વેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે વૈશ્વિક ભાવમાં વધારો થતાં ચાલુ ખાતાની ખાધ વધી શકે છે, જ્યારે મોંઘવારી પર લગામ લગાવવાનો પડકાર હજુ પણ છે.
ભારત પાસે પુરતો વિદેશી મુદ્રા ભંડાર- આર્થિક સર્વેક્ષણ
ઇકોનોમિક સર્વે જણાવે છે કે ચાલુ ખાતાની ખાધને ફાઇનાન્સ કરવા માટે ભારત પાસે પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ અનામત છે. તે ભારતીય રૂપિયાની અસ્થિરતાને નિયંત્રિત કરવાના હેતુ માટે પણ પૂરતું છે.
સર્વેમાં જણાવાયું છે કે ખરીદ શક્તિ સમાનતા (PPP)ની દ્રષ્ટિએ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિનિમય દરની દ્રષ્ટિએ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
આ પણ વાંચો: બજેટથી લોકોની આશા પુરી થશે, ભારતના બજેટ પર દુનિયાની નજર- પીએમ મોદી
સારૂ પ્રદર્શન કરી રહ્યું છે ભારતીય રૂપિયો
સર્વે મુજબ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લેવામાં આવેલા પગલાં બાદ નવેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થયો હતો. વર્ષ 2022માં છૂટક ફુગાવો 2-6 ટકાની રેન્જની બહાર રહ્યો હતો. તેમાં કહેવામાં આવ્યુ હતું કે ભારતીય રૂપિયો વિશ્વની મોટા ભાગની કરન્સી કરતાં યુએસ ડોલર સામે વધુ સારું પ્રદર્શન કરી રહ્યો છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ આઠ મહિનામાં કેન્દ્ર સરકારના મૂડી ખર્ચમાં પણ 63.4 ટકાનો વધારો નોંધાયો છે.
નીચલા સ્તર પર પહોચ્યો શહેરી બેરોજગારી દર
આર્થિક સર્વેક્ષણ મુજબ દેશમાં શહેરી બેરોજગારીનો દર છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. 15 અને તેથી વધુ વયના લોકો માટે શહેરી બેરોજગારીનો દર સપ્ટેમ્બર 2021માં 9.8 ટકાથી ઘટીને એક વર્ષ પછી 7.2 ટકા થયો હતો. આ સાથે, શ્રમ દળની ભાગીદારી દરમાં પણ સુધારો થયો છે, જે નાણાકીય વર્ષ 2023-24ની શરૂઆતમાં અર્થતંત્રના ઉદભવની પુષ્ટિ કરે છે.
કેન્દ્રીય બજેટ બુધવારે રજૂ કરવામાં આવશે
નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી એટલે કે કાલે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24માં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. મહત્વપૂર્ણ છે કે આજથી શરૂ થયેલા બજેટ સત્ર દરમિયાન લગભગ 36 બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે જેમાંથી ચાર બજેટ અભ્યાસ સબંધિત છે.
બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થઇને 6 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન 27 દિવસ કાર્યવાહી થશે.
Advertisement