Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > Budget 2019: બજેટની અપડેટ જાણવા ક્લિક કરો

Budget 2019: બજેટની અપડેટ જાણવા ક્લિક કરો

0
270

નરેન્દ્ર મોદીની સરકારના (Modi Govt) બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં રજૂ કરી રહ્યાં છે, ત્યારે જાણો બજેટની મુખ્ય હાઈલાઈટ્સ

રેલવે ટ્રેક માટે PPP મૉડલને મંજૂરી
હાલમાં ભારત છઠ્ઠી સૌથી મોટી ઈકોનોમી
દેશને પ્રદૂષણ મુક્ત બનાવવામાં આવશે
મીડિયામાં FDI રોકાણ મર્યાદા વધારવાની યોજના
એનિમેશન કંપનીઓમાં FDI રોકાણ મર્યાદા વધશે
વિદેશી રોકાણ વધારવા પર મૂકાશે ભાર
વીમામાં 100 ટકા થશે રોકાણ
સિંગલ બ્રાન્ડ રિટેલમાં વિદેશી રોકાણની મર્યાદા વધારશે સરકાર
સૌને ઘર આપવાની યોજના
નાના અને મધ્યમ ઉદ્યોગોને 1 કલાકમાં લોનની મંજૂરી
300 કિલોમીટર નવી મેટ્રો લઈનને મંજૂરી આપવામાં આવી
છૂટક વેપારીઓ માટે પેન્શનની યોજના
GST રજિસ્ટર્ડ MSMEને વ્યાજમાં 2 ટકાની છૂટ, સરકારે 350 કરોડ રૂપિયા ફાળવ્યા
1.5 કરોડ કરતા ઓછુ ટર્ન ઓવર કરનાર દૂકાનદારોને “પ્રધાનમંત્રી કર્મયોગી માનધન યોજના” અંતર્ગત પેન્શન
ભાડાના મકાન માટે કાયદો બનશે
સ્વદેશી અને મેક ઈન ઈન્ડિયા પર ભાર મૂકાયો
ગામના દરેક ઘરમાં વીજળીનું કનેક્શન આપવામાં આવશે
સરકારના કેન્દ્રમાં ગામ, ગરીબ અને ખેડૂતોનો વિકાસ
પાણી અને ગેસ માટે એક રાષ્ટ્રીય ગ્રીડ બનાવવામાં આવશે
સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત બંદરોનો વિકાસ
નેશનલ હાઈવે ગ્રીડ સરકારની પ્રાથમિક્તા
ઈલેક્ટ્રિક કાર ખરીદવા પર છૂટ મળશે
અન્નદાતાને ઉર્જાદાતા બનાવાશે
દરવર્ષે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન થશે, જેમાં દુનિયાભરના રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે
ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરાશે
આજ વર્ષે 3 ટ્રીલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનશે ભારત
શહેરોના વિકાસને પ્રાથમિક્તા
દેશમાં બનશે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન
ખેડૂતોને પાકની મળશે યોગ્ય કિંમત
દેશના 256 જિલ્લાઓમાં સરકાર ચલાવશે જળ શક્તિ અભિયાન
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને 400 કરોડ રૂપિયાની સરકારી સહાય
વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટડી ઈન ઈન્ડિયા પ્રોગ્રામ
સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશના દરેક ગામમાં કચરાના યોગ્ય નીકાલની વ્યવસ્થા
1,25,000 કિલો મીટર રોડ નેટવર્કને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અપગ્રેડ કરવામાં આવશે
2 ઓક્ટોબરના રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું થશે ઉદ્ઘાટન
અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર લોકોને 60 વર્ષ બાદ 3 હજાર રૂપિયાનું પેન્શન