Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સૌથી વધુ વાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ગુજરાતી નાણામંત્રીના નામે, બે વખત તો જન્મદિવસે રજુ કર્યો

સૌથી વધુ વાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ગુજરાતી નાણામંત્રીના નામે, બે વખત તો જન્મદિવસે રજુ કર્યો

0
56
  • PM મોદીએ 28ને બદલે કેમ 1 ફેબ્રુએ બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું?
  •  પી. ચિદમ્બરમ સૌથી વધુ વાર બજેટ રજૂ કરનારા બીજા નાણામંત્રી

નવી દિલ્હીઃ દેશની આઝાદી બાદથી સ્વતંત્ર ભારતની સરકારે સંસદમાં બજેટ (BUDGET Morarji Desai)  2જી કરવાની શરૂઆત કરી હતી. ત્યારથી અત્યાર સુધી સૌથી વધુ વખત બજેટ રજુ કરવાનો રેકોર્ડ આપણા ગુજરાતી નાણામંત્રીના નામે છે. જેમણે બે વાર તો પોતાના જન્મ દિને સામાન્ય અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યો.

1947માં પ્રથમ નાણામંત્રી સીકેએસ ચેટ્ટીએ પ્રથમ બજેટ રજૂ કર્યો હતો. તેઓ ચામડાના બ્રિફકેસમાં દસ્તાવેજો લઇને આવ્યા હતા. ત્યારથી લઇ 019 સુધી દરેક નાણામંત્રીએ એ પરંપરા જાળવી હતી. પરંતુ જ્યારે ગત વર્ષે નિર્મલા સીતા રમણે 5 જુલાઇ 2019માં લાલ કપડાના એક વહીખાતામાં દસ્તાવેજો સાથે સંસદ પહોંચી વર્ષો જુની પરંપરા બદલી નાંખી હતી.

આ પણ વાંચોઃ Budget 2021: બજેટથી પહેલા રાહુલ ગાંધીની સરકારને સલાહ

ઇન્દિરા ગાંધી દેશના પ્રથમ મહિલા નાણામંત્રી

નિર્મલા સીતારમણ પહેલાં પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી દેશનાં પ્રથમ નાણામંત્રી તરીકે જવાબદારી અદા કરી ચૂક્યાં છે.

PM મોદીએ રેલવે બજેટની પરંપરા પણ બદલી

2016 સુધી સામાન્ય બજેટના બે એક દિવસ પહેલાં રેલવે બજેટ રજૂ થતો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરંપરા પણ બદલી નાંખી. ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ રેલવે બજેટને સામાન્ય અંદાજપત્રમાં સમાવી લીધો. પાંચ વર્ષ પહેલાં રેલવે બજેટને સામાન્ય બજેટમાં સમાવવાની સાથે વડાપ્રધાન મોદીએ વધુ એક બદલાવ કર્યો.

અંગ્રેજોના સમયથી ચાલી આવતી 28 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાને બદલે તેમણે 1લી ફએબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરવાની શરુઆત પણ કરી.

બજેટ પ્રક્રિયા નાણાવર્ષ પહેલાં પુરી કરવાનો હેતુ

પહેલી ફેબ્રુઆરી બજેટ રજૂઆતનું કારણ તેની સાથે સંકળાયેલી તમામ પ્રક્રિયાઓને એક એપ્રિલના નાણાવર્ષ પહેલા પુરું કરવાનું છે. જેથી સરકાર નવા નાણાવર્ષના હિસાબે કામ કરવાનું શરૂ કરી દે અને બજેટ સારી રીતે લાગુ કરી શકાય. અગાઉ આ પ્રક્રિયા પુરી થતા મે-જૂન સુધીનો સમય લાગતો હતો.

આ પણ વાંચોઃ તે 10 વાતો જે નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણમાં તમારે સાંભળવી જોઈએ

1999થી બજેટ સાંજને બદલે સવારે રજૂ થવા માંડ્યો

ભાજપ નેતૃત્વની એનડીએ સરકારે બજેટલક્ષી વધુ એક ફેરફાર પણ કર્યો. પહેલાં બજેટ સાંજે પાંચ વાગે રજૂ થતો હતો. પરંતુ મોદીએ 1999થી બજેટ સવારે 11 વાગે રજૂ કરવાની શરૂઆત કરી. ત્યારે પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ સૌથી પહેલાં સવારે 11 વાગે બજેટ રજૂ કર્યો હતો.

જ્યારે સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ગુજરાતના વલસાડમાં જન્મેલા પૂર્વ વડાપ્રધાન અને નાણામંત્રી મોરાજી ભાઇ (BUDGET Morarji Desai)ના નામે છે. તેમણે નાણામંત્રી તરીકે 10 બજેટ રજૂ કર્યા હતા, તે બાદ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનારા નાણામંત્રી પી.ચિદમ્બરમ છે, જેમણે કુલ આઠ વખત સંસદમાં બજેટ રજૂ કર્યુ છે.

મોરારજી દેસાઇ (BUDGET Morarji Desai) પ્રથમ વખત 13 માર્ચ, 1958થી 29 ઓગસ્ટ 1963 સુધી દેશના નાણામંત્રી રહ્યા હતા, તે બાદ માર્ચ 1967થી જુલાઇ 1969 સુધી ફરી નાણામંત્રીની જવાબદારી સંભાળી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના 10 બજેટ સંસદમાં રજૂ કર્યા, જેમાં આઠ પૂર્ણ બજેટ જ્યારે બે વચગાળાના બજેટ હતા.

 મોરારજી દેસાઇ 1977થી 79 સુધી વડાપ્રધાન રહ્યા

વર્ષ 1964 અને 1968માં એવા પણ પ્રસંગ આવ્યા જ્યારે મોરારજી દેસાઇ (BUDGET Morarji Desai)એ પોતાના જન્મ દિવસ પર સંસદમાં બજેટ રજૂ કર્યુ હતું. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇનો જન્મ 29 ફેબ્રુઆરી, 1896માં ગુજરાતના વલસાડ જિલ્લામાં એક ગામમાં થયો હતો. દેશમાં પ્રથમ વખત 1977માં બનેલી બિન-કોંગ્રેસી સરકારમાં મોરારજી દેસાઇ વડાપ્રધાન બન્યા હતા. તે 24 માર્ચ, 1977થી 28 જુલાઇ, 1979 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.

આ પણ વાંચોઃ Budget LIVE: બજેટમાં ચૂંટણી પર નજર! રોડથી લઈને રેલવે સુધી અનેક મોટી યોજનાઓનું એલાન

 પી.ચિદમ્બરમ સૌથી વધુ ચાર વખત નાણામંત્રી રહ્યા

ચિદમ્બરમ પ્રથમ વખત એચ.ડી.દેવગૌડાની આગેવાનીમાં બનેલા સંયુક્ત મોર્ચા સરકારમાં એક જૂન, 1996માં નાણામંત્રી બન્યા હતા. તે 21 એપ્રિલ, 1997 સુધી નાણામંત્રી રહ્યા. તે બાદ એક મે, 1997થી લઇને 19 માર્ચ, 1998 સુધી તે તત્કાલીન વડાપ્રધાન ઇંદ્ર કુમાર ગુજરાલની સરકારમાં નાણામંત્રી રહ્યા હતા. BUDGET Morarji Desai news

તે બાદ ડૉ. મનમોહન સિંહના નેતૃત્વમાં બનેલી યુપીએ-1ની સરકારમાં ચિદમ્બરમ 22 મે, 2004થી લઇને 30 નવેમ્બર, 2008 સુધી નાણામંત્રી રહ્યા. ચિદમ્બરમ ચોથી વખત મનમોહન સિંહની આગેવાનીમાં યુપીએ-2ની સરકારમાં 31 જુલાઇ, 2012થી લઇ 26 મે 2014 સુધી નાણામંત્રી રહ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat