Gujarat Exclusive > આપણી જરૂરિયાત > બજેટમાં સરકારી સેલ: જાણો, શું-શું વેચાવાનું છે?

બજેટમાં સરકારી સેલ: જાણો, શું-શું વેચાવાનું છે?

0
274

Budget What to Sell

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નવા નાણાકીય વર્ષમાં પોણા બે લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે જોડાવાનું લક્ષ્ય રાખ્યુ છે, જે ગત નાણાકીય વર્ષની તુલનામાં આશરે 35 હજાર કરોડ રૂપિયા ઓછુ છે. ગત બજેટમાં સરકારે નાણાકી વર્ષ 2020-21 માટે 2.1 લાખ કરોડ રૂપિયા રોકાણ દ્વારા ભેગા કરવાની જાહેરાત કરી હતી.  Budget What to Sell

નાણા મંત્રીએ જણાવ્યુ કે રોકાણથી 1.75 લાખ કરોડ રૂપિયા ભેગા કરવા માટે સરકાર પાસે પ્લાન તૈયાર છે. સરકારે બજેટમાં જણાવ્યુ કે કેટલીક સરકારી કંપનીમાં રોકાણને લઇને નિર્ણય કરવામાં આવી ચુક્યા છે. જે આવતા નાણાકીય વર્ષમાં પુરા થઇ જશે. આ દરમિયાન સરકાર રોકાણમાં કઇ કઇ કંપની સામેલ છે તેના વિશે જણાવી રહ્યા છીએ.

નિર્મલા સીતારમણે કહ્યુ કે આવતા નાણાકીય વર્ષમાં BPCL, એર ઇન્ડિયા, કૉર્નકોર અને SCIના રોકાણ પર મોહર લાગી શકે છે. આ સિવાય નાણામંત્રીએ જણાવ્યુ કે LICનો આઇપીઓ આવતા નાણાકીય વર્ષમાં લાવવાનો પ્લાન છે. સાથે જ આ સિવાય IDBIમાં રોકાણ થશે. આ સિવાય શેર બજારમાં તેજીને જોતા કેન્દ્ર સરકાર કેટલીક CPSEમાં ભાગીદારી પણ ઓફર ફોર સેલ (OFS) દ્વારા વેચી શકે છે. બીજી તરફ અન્ય પ્રાઇવેટાઇજેશન ડીલ્સ પણ નાણાકીય વર્ષ 2022 સુધી પુરી થવાનું અનુમાન છે.  Budget What to Sell

BPCL: BPCLમાં ભાગીદારી વહેચતા સરકારને આશરે 60 હજાર કરોડ રૂપિયા મળી શકે છે. સરકાર પોતાની 52.98 ટકા ભાગીદારી વેચી રહી છે. BPCL દેશની બીજી સૌથી મોટી તેલ કંપની છે અને તેની બેલેન્સ શીટ ઘણી મજબૂત છે. કંપની હંમેશા નફો કમાવીને સરકારીને આપતી રહી છે.Budget What to Sell

BPCLના દેશભરમાં આશરે 17,138 પેટ્રોલ પંપ છે. બીપીસીએલમાં સરકારની કુલ 52.98 ટકા ભાગીદારી છે. સરકાર પાસે કંપનીના 114.91 કરોડ શેર છે. સરકારે જાહેરાત કરી દીધી છે કે BPCLના રણનીતિક ખરીદદારને કંપની મેનેજમેન્ટનું નિયંત્રણ પણ ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે માલિકીનો હક પણ ખરીદદાર પાસે જતો રહેશે.

આ પણ વાંચો: Budget 2021: ઈન્કમટેક્સ સ્લેબથી લઈને કૃષિ સુધી, બજેટની મોટી વાતો Budget What to Sell

એર ઇન્ડિયા: દેવામાં ડુબેલી સરકાર એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાથી સરકાર છુટકારો મેળવવા માંગે છે. સરકારને આશા છે કે આવતા નાણાકીય વર્ષમાં સરકાર તેને વેચવામાં સફળ રહેશે. એર ઇન્ડિયા પર 60,074 કરોડ રૂપિયાનું દેવુ છે પરંતુ અધિગ્રહણ બાદ ખરીદદારને 23,286.5 કરોડ રૂપિયા ચુકવવા પડશે. સરકાર આંતરરાષ્ટ્રીય વિમાન કંપનીની પુરી ભાગીદારી વેચવા માટે તૈયાર છે.

LICનો આઇપીઓ: નાણા મંત્રીએ કહ્યુ કે આવતા નાણાકીય વર્ષમાં સરકારી ઇંશ્યોરન્સ કંપની LICનો IPO લૉન્ચ કરવાની તૈયારીમાં છે. LICમાં ભાગીદારી વેચવા માટે સરકારે કાયદામાં કેટલાક બદલાવ કરવાની જરૂર છે. સરકાર LICમાં પોતાની 25 ટકા ભાગીદારી ઓછી કરશે. આ ભાગીદારી કેટલાક તબક્કામાં ઓછુ હશે.

IDBI બેન્કમાં રોકાણ

સરકાર IDBI Bankમાં પોતાની ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. IDBI Bankમાં LICની 51 ટકા અને સરકારની 47 ટકા ભાગીદારી છે. LIC આઇડીબીઆઇ બેન્કમાં પોતાનો ભાગ વેચવા ઇચ્છુક છે. આ સિવાય નિર્મલા સીતારમણે જણાવ્યુ કે નીતિ આયોગને રણનીતિક રોકાણ માટે કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્ર કંપનીઓની આગામી યાદી પર કામ કરવા કહેવામાં આવ્યુ છે, તેમણે કહ્યુ કે કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્ર ઉપક્રમોના સ્વામિત્વ ધરાવતી જમીનોના મૌદ્રિકરણ માટે એક વિશેષ એકમ (એસપીવી) બનાવવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat