Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > Budget 2022: શું મોદી સરકાર ભારતીય ખેડૂતોની આ 6 સમસ્યાઓનું સમાધાન શોધી કાઢશે?

Budget 2022: શું મોદી સરકાર ભારતીય ખેડૂતોની આ 6 સમસ્યાઓનું સમાધાન શોધી કાઢશે?

0
7

કેટલાક વચનો એટલા મીઠા હોય છે કે તે વાસ્તવિકતાથી જોજનો દૂર હોય છે. કેન્દ્ર સરકારે વર્ષ 2022 સુધીમાં ભારતીય ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેના બદલે વચન અને સરકારની નીતિ વચ્ચેના અંતરે ખેડૂતોની મુશ્કેલીઓને બમણી કરી છે. તેમાં નીચેના છ પરિબળો છે

પ્રથમ: નેશનલ સ્ટેટિસ્ટિકલ એન્ડ સર્વે ઓર્ગેનાઈઝેશન (NSSO) રિપોર્ટ (2019) જણાવે છે કે ગ્રામીણ ભારતમાં કૃષિ પરિવારોની સરેરાશ માસિક આવક રૂ. 8,337 હતી, જે વિવિધ સ્ત્રોતોમાંથી કમાવવામાં આવી હતી. 2002-03 અને 2012-13 વચ્ચે વાર્ષિક કૃષિ આવકમાં સરેરાશ વૃદ્ધિ લગભગ 20% હતી, જે 2012-13 અને 2018-19 વચ્ચે ઘટીને લગભગ 12% થઈ ગઈ હતી. અને તે પણ ત્યારે જ્યારે કૃષિનો અંદાજિત વિકાસ દર 4.5% છે.

ખેત મજૂરોમાં આત્મહત્યામાં 18%નો થયો વધારો

બીજું: ખેડૂતોની આત્મહત્યાના આંકડા ભારતમાં ખેડૂતો અને કૃષિની સ્થિતિનું એક મહત્વપૂર્ણ સૂચક છે. 2021માં આવેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર, 2019ની સરખામણીમાં 2020માં ખેડૂતોની આત્મહત્યામાં વધારો નોંધાયો છે. તે ઉપરાંત પીએમ કિસાન અથવા રાયથુ બંધુ જેવી યોજનાઓમાંથી બાકાત રાખવામાં આવેલા કૃષિ કામદારોની આત્મહત્યામાં પણ 18% નો મસમોટો વધારો જોવા મળ્યો છે.

તેમની જગ્યાએ જે ખેડૂતો મોટી જમીનના માલિક છે, તેઓ આ યોજનાઓથી વધારે લાભા ઉઠાવી રહ્યાં છે, જેમ કે તેલંગાણામાં રાયથુ બંધુ યોજનામાં જોવા મળી રહ્યું છે.

ખેડૂત આત્મહત્યાના આંકડાઓ સરકારની ખૂબ પ્રચારિત યોજનાઓનું અરીસો છે અને એ હકીકતને પ્રકાશિત કરે છે કે નાના અને સીમાંત ખેડૂતો તેમની ઘટતી આવક અને વધતા દેવાના બોજને કારણે આત્મહત્યા કરી રહ્યા છે.

GST અને ખેતીની વધતી કિંમત

ત્રીજું: ખેતી માટે જરૂરી ચીજ-વસ્તુઓ પાછળનો ખર્ચમાં નોંધપાત્ર ભાગ ભજવે છે અને ખર્ચમાં વધારો ખેડૂતોની આવકમાં ઘટાડો કરે છે. તે કૃષિ સંકટ અને ખેડૂતોની આત્મહત્યાનું પણ એક મહત્વનું કારણ છે. વર્ષ 2021માં ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ના ભાવમાં 58%નો વધારો કરવામાં આવ્યો હતો, આ ભાવ વધારાને ઉદ્યોગો દ્વારા ભારે ટેકો આપવામાં આવ્યો હતો.

ખાસ કરીને કૃષિપ્રધાન પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને 2022ના બજેટમાં ખાતર સબસિડી પર વિચાર કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ અપેક્ષાની ખાતર કંપનીઓના શેર પર સકારાત્મક અસર જોવા મળી છે. આવી સ્થિતિમાં કેટલાક બિનખેડૂતોની આવક ચોક્કસપણે બમણી થાય તે સ્વાભાવિક છે.

ચોથું: GSTની કૃષિ ક્ષેત્ર પર પ્રત્યક્ષ અને પરોક્ષ બંને અસર થશે. હાલમાં કૃષિ ઓજારો પર GST 12%થી 18% ના ઉચ્ચ સ્તરે છે. ઉદાહરણ તરીકે ટ્રેક્ટર પર 12% GST છે, જે ખેડૂતોના ખર્ચમાં વધારો કરે છે. સામાન્ય રીતે કૃષિમાં સાધનો થકી ઉત્પાદકતા વધારી શકાય છે પરંતુ જો સાધન-સામગ્રી ખરીદવાના ખર્ચમાં જ વધારો થઈ જાય તો ખેડૂતોના હાથમાં કૃષિ થકી ઉપજતો નફો પહોંચશે નહીં.

પ્લાસ્ટિક પાઈપો પરનો GST 18% છે, જે ખેડૂતોને સિંચાઈ માટે અથવા ભૂગર્ભજળ સુધી પહોંચવા માટે તેનો ઉપયોગ મુશ્કેલ બનાવે છે. જે દેશમાં 65% સિંચાઈ ભૂગર્ભજળ પર નિર્ભર છે, ત્યાં પ્લાસ્ટિકની પાઈપો પરના આવા કરને કારણે કૃષિ આવક પર ગંભીર અસર પડે છે.

પાંચમું: આયાત અને ખેડૂતોના હિતમાં વિરોધાભાસ, ખાસ કરીને તેલીબિયાંમાં. ખાદ્ય તેલના આયાત બિલમાં 75%નો વધારો થયો છે અને ભારત વિશ્વના સૌથી મોટા આયાતકારોમાંનું એક છે. તેનાથી તેલીબિયાંના ખેડૂતોને નુકસાન થશે. પાક વૈવિધ્યકરણ અંગે સરકારના વચન પર વિશ્વાસ કરનારા ખેડૂતો ચોખા-ઘઉં જેવા અનાજ અથવા ખાદ્ય પાકોની જગ્યાએ સોયાબીન જેવા પાક તરફ વળ્યા હતા.

છઠ્ઠૂ: ખેડૂતોના મોટા આંદોલન પછી કૃષિ કાયદા રદ કરવામાં આવ્યા હતા અને વડા પ્રધાન મોદીએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અને અન્ય મુદ્દાઓની તપાસ કરવા માટે એક સમિતિ રચવાનું વચન આપ્યું હતું. યોગ્ય MSP નક્કી કરવાથી ખેડૂતોની આવકમાં સુધારો થશે. પરંતુ આ સમિતિની રચના થવાની બાકી છે અને જો સરકારની અસ્પષ્ટ વાત માનીએ તો નજીકના ભવિષ્યમાં તેની ‘ખૂબ જ ટૂંક સમયમાં’ રચના કરવામાં આવશે.

બીજા શબ્દોમાં કહીએ તો ખેડૂતોની આવકના રક્ષણ અને સુધારણા માટેના સૌથી મહત્વપૂર્ણ સાધનો પૈકીના એક માટે સરકારે કોઈ તારીખ નક્કી કરી નથી.

અંતમાં કેન્દ્ર સરકાર 2022ના બજેટમાં ખેડૂતોની આવક બમણી કરવાનો કેટલો ખંતપૂર્વક પ્રયાસ કર્યો છે તે સ્થાપિત કરવામાં કોઈ કસર છોડશે નહીં. નાણાપ્રધાન એવા ખેડૂતોની ચર્ચા નહીં કરે કે જેમનું દેવું સરકારની નીતિઓને કારણે વધ્યું છે અને તમામ વચનો છતાં તેમના જીવનમાં કોઈ સુધારો થયો નથી. આ બધાની વચ્ચે ખેડૂત સંસદમાં હંમેશની જેમ ગેરહાજર રહેશે જ્યાં તેના ભાગ્યનો નિર્ણય કરનારા લોકો બજેટ પર ‘ચર્ચા’ કરશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat