Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > Budget 2021: આ વખતે બજેટમાં ‘Bad Bank’ની થઈ શકે છે જાહેરાત!

Budget 2021: આ વખતે બજેટમાં ‘Bad Bank’ની થઈ શકે છે જાહેરાત!

0
123

budget 2021

નાણામંત્રી નિર્મલા સીતારમણ બધી જ બેંકોના હિતમાં પોતાના બજેટમાં ‘Bad Bank’ બનાવવાનો નિર્ણય લે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કેટલાક એવા ફેરફાર જોવા મળ્યા છે કે માર્કેટમાં આ જૂની આઈડિયાની અટકળો તેજ થઈ ગઈ છે. મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને આર્થિક સમીક્ષા રજૂ કર્યા પછી મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા કહ્યું કે, બેડ બેંકની આઈડિયામાં કેટલાક ગુણ છે. સુબ્રમણ્યાને કહ્યું કે, બેડ બેંક બનાવવા માટે અનેક સાવચેતીઓ રાખવાની જરૂરત છે. જેમ કે, બેડ બેંકની સ્થાપના ખાનગી ક્ષેત્રની આગેવાની હેઠળ કરવામાં આવે, જેનાથી ઉત્પાદકા વધશે.

તેમને કહ્યું કે, બેડ બેંકની રચનાથી એનપીએના એકીકરણમાં મદદ મળશે. જરૂરી છે કે, બેડ બેંકનું અમલ ખાનગી ક્ષેત્રમાં કરવાનો વિચાર કરવો જોઈએ. આનાથી નિર્ણયની પ્રક્રિયા ઝડપી થઈ શકશે.

આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ સપ્ટેમ્બર-2020થી સપ્ટેમ્બર 2021ના પોતાના લેટેસ્ટ ફાઈનાન્સિયલ સ્ટેબિલિટિ રિપોર્ટમાં બધી જ કોમર્શિયલ બેંકોના GNPA (ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ) રેશિયોના 7.5%થી વધીને 13.5%ની આશા વ્યક્ત કરવામાં આવી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો મેક્રોઈકોનોમિક એન્વાયરમેન્ટ વધારે બગડીને ગંભીર પરિદ્રશ્યમાં ફેરવાય છે તો ગ્રોસ એનપીએ (GNPA) રેશિયો વધીને 14.8 ટકા થઈ શકે છે.

એફએસઆરમાં તેવું પણ કહેવામાં આવ્યું છે કે, વર્તમાન આર્થિક પ્રેશરનું પરીક્ષણ કરવાથી ખબર પડે છે કે, ચાર બેંક સપ્ટેમ્બર 2021 સુધી મીનિમમ કેપિટલ લેવલને પૂરો કરવામાં નિષ્ફળ રહી શકે છે. જો આવો જ આર્થિક દબાણ બનેલો રહેશે તો આ સંખ્યા વધીને નવ થઈ જશે.budget 2021

એવું માનવામાં આવે છે કે કોવિડ -19 ને કારણે રિઝર્વ બેંકે આપેલી રેગ્યુલેટરી મુક્તિ પાછી ખેંચ્યા પછી, બેંકના દેવામાં મોટો વધારો થઈ શકે છે. સરકાર લાંબા સમયથી બેડ બેંકની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આને લઈને સોમવારે લોકસભામાં કેટલાક પગલા ભરવાની જાહેરાત 2021-22ના બજેટમાં કરી શકે છે.

આ પણ વાંચો: વહી ખાતાની જગ્યાએ ‘મેડ ઈન ઈન્ડિયા’ ટેબલેટથી રજૂ કરવામાં આવશે બજેટ budget 2021

બેડ બેંકનો વિચાર સૌ પ્રથમ આર્થિક સમીક્ષા -2017 માં સામે આવ્યો હતો. સમીક્ષામાં, બેડ બેંક જાહેર ક્ષેત્રની સંપત્તિ સુધારણા એજન્સી (પીએઆરએ) ના નામે સૂચવવામાં આવી હતી. આનાથી પહેલા આ મહિને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સંકેત આપ્યા હતા કે, કેન્દ્રીય બેંક સંભવત: બેડ બેંકના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે.budget 2021

બેંડ બેંકનો મતલબ એવા નાણાકીય સંસ્થાઓથી છે, જે ધિરાણકર્તાઓના ડૂબેલા પૈસા પરત લેવાનું કામ કરશે અને સમાધાનની પ્રક્રિયાને આગળ વધારશે. ધિરાણકર્તાઓ ખુબ જ સમયથી બેંડ બેંકની સ્થાપનાની માંગ કરી રહ્યાં છે, જેનાથી આ કઠિન સમયમાં તેમના ડૂબેલા પૈસાનું દબાણ કંઈક ઓછું થઈ શકે. આવી રીતના અનેક બેંક દુનિયાભરમાં કામ કરી રહ્યાં છે. ફ્રાન્સ, જર્મની, સ્પેન, પોર્ટૂગલમાં અનેક વર્ષોથી બેડ બેંકનું કામ કરી રહ્યાં છે. આ બેંકોનું કામ બેડ એસેટ્સને ગુડ એસેટ્સમાં ફેરવવાનું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat